Airtelએ કર્યો ધમાકો, આપી રહ્યું છે 30 Gb free ડેટા, આ રીતે કરો ક્લેમ

ભારતની સૌથી મોટી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર ભારતી એરટેલે તેના 4G યુઝરો માટે એક શાનદાર ઓફર રજૂ કરી છે. એરટેલ તેના ગ્રાહકો માટે 3G થી 4G પર સ્વીચ કરનારા લોકોને આ સુવીધા અપનાવવા માટે 30 Gb ડેટા મફત આપી રહ્યું છે. આ ઓફર હેઠળ, 1 Gb ડેટા 30 દિવસ માટે દૈરોજ ઉપલબ્ધ રહેશે.

આ ઓફર પ્રસ્તુત કરી, ભારતી એરટેલના CMO વાણી વેંકટેશે જણાવ્યું હતું કે, “લોકો ઝડપથી 4G સ્માર્ટફોનને અપનાવી રહ્યાં છે તે લાખો ગ્રાહકોને 3G થી 4G માં અપગ્રેડ કરવા પર ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. ગ્રાહકોના લાભ માટે આ સૌથી મોટું પ્રોગ્રામ ગોઢવાવામાં આવ્યો છે અને આની પહેલ એરટેલના ગ્રાહકોને 4G સ્પીડનો પણ અનુભવ આપશે.”

આ ઓફર હેઠળ, 30 Gb ડેટા મફતમાં મેળવવા માટે તમારા 3G સિમને 4G માં રૂપાંતરિત કરવું પડશે. આ ઓફર મેળવવા માટે ગ્રાહકે ટૉલ ફ્રી નંબર 51111 પર કોલ કરવાનો રહેશે અથવા તમારા એરટેલ એપ્લિકેશનમાં જઈને આ ઓફર ક્લેમ કરી શકો છે. ઓફર ક્લેમ કરવાના 24 કલાકની અંદર, તમને 30 GB મફત મળી જશે.

You might also like