Airtel કંપનીએ દિવાળીમાં આપી Gift, લોન્ચ કર્યાં નવા પ્લાન…

ભારતમાં દરેક ટેલિકોમ કંપનીઓ એક પછી એક ટેરિફ પ્લાન બહાર પાડીને ગ્રાહકોને સારી સર્વિસ ઉપલબ્ધ કરાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને એરટેલ કંપની દ્વારા ગ્રાહકોને લાભ આપવામાં માટે પાંચ નવા પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે.

એરટેલ દ્વારા 178 રૂપિયાથી લઇને 559 રૂપિયા સુધીના પ્લાન રજૂ કર્યા છે. એરટેલના આ નવા પાંચ એફઆરસી પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 ટેક્સ મેસેજની સાથે 126 જીબી 4G ડેટા ઉપલબ્ધ કરે છે.

એરટેલના 178ના રિચાર્જ પ્લાનની અવધિ 28 દિવસની રહેશે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ લોકલ, એસટીડી અને રોમિંગ આઉટગોઇંગ કોલ, દરરોજ 100 એસએમએસ અને 1 જીબી ડેટા 3G/4G ડેટા મળશે. આ પ્લાન એરટેલના હાલના 149 રૂપિયાના પ્લાનની સમકક્ષ છે.

જ્યારે બીજો 229 રૂપિયાનો નવો પ્લાન રજૂ કર્યો છે. જેમાં યૂઝર્સને નેશનલ રોમિંગમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ, દરરોજ 100 એસએમએસ અને દરરોજ 1.4 જીબી ડેટા ઉપલબ્ધ થશે. આ પ્લાનની અવધી પણ 28 દિવસની રહેશે.

એરટેલનો ત્રીજો પ્લાન 344 રૂપિયાનો છે. જેની અવધી 28 દિવસની છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 2 જીબી ડેટા ઉપલબ્ધ કરવામાં આવશે. તે સિવાય એરટેલ યૂઝર્સને દરરોજ એફયૂપી લિમિટ વગર વોઇસ કોલ અને 100 એસએમએસ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. આ સાથે કંપની દ્વારા બે અન્ય પ્લાન 495 અને 559 રૂપિયાના લોન્ચ કરવામાં આવ્યાં છે.

You might also like