એકસ્ટ્રા ડેટા માટે Airtel કંપનીએ Add-On પેક કર્યું લોન્ચ, પ્લાન અંગે જાણો…

ટેલિકોમ કંપની આ સમયે ટેરિફ અને કોમ્બો પ્લાન સિવાય પોતાના કસ્ટમરોની જરૂરિયાત મુજબ ઘણા બીજા પ્લાન રજૂ કરી રહી છે. હાલમાં જ પોપ્યુલર ટેલીકોમ કંપની ભારતી એરટેલે પોતાના પ્રીપેડ કસ્ટમર્સ માટે Add-on પેક લોન્ચ કર્યું છે. આ પેક 193 રૂપિયા અને 49 રૂપિયાની સાથે આવે છે. એરટેલે આ પેક રિલાયન્સના જિયોને ટક્કર આપવા રજૂ કર્યું છે.

આ એડ ઓન પેક પંજાબ સિવાય આંધ્રા પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, દિલ્હી તેમજ ઘણા સર્કલમાં લાગુ કરવામાં આવશે. ઘણા કસ્ટમર એ સમજતાં નથી કે આ એડ-ઓન પેક શું હોય છે અને તેનાથી શું ફાયદો થાય છે. અથવા કેટલા દિવસે વેલીડીટી સાથે હોય છે. અહીં અમે આ પ્લાનની વેલિડિટી, બેનીફિટ અને ઘણુ બધુ બતાવી રહ્યાં છીએ.

193 રૂપિયાના એડ ઓન પ્લાન – એરટેલના આ પ્લાનની ખાસયિત એ છે કે આપ્લાનમાં ગ્રાહકોને દરરોજ 1 જીબી ડેટા મળશે. કંપનીએ આ એડ ઓન પેકને દરેક ટોપ કોમ્બો એડ ઓન પેક દરેક ટોપ કોમ્બો પેક સાથે લોન્ચ કર્યું છે. જો તમે એરટેલનો 995 રૂપિયાનો પ્લાન વાપરી શકો છો.

આ પ્લાન 360 દિવસની વેલિડીટી સાથે આવે છે, જેમાં ગ્રાહકને કુલ 372 જીબી ડેટા મળશે. એટલે કે આ પેક સાથે 193 રૂપિયાના એડ ઓન પેક પર રિચાર્જ કરવા પર 360 દિવસ સુધી 1 જીબી ડેટા રોજ મળશે. 193 રૂપિયાના પ્લાન ની વેલિડીટી ડેટ 995 રૂપિયાની પ્લાનની વેલિડીટી તારીખ પર હોય છે. તે સિવાય આ પ્લાન 199 રૂપિયા, 349 રૂપિયા, 399 રૂપિયા અને 448 રૂપિયાના પ્લાન સાથે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

You might also like