અમદાવાદ એરપોર્ટ પર બન્યું નવું પોલીસ સ્ટેશન, ગૃહમંત્રી પ્રદિપસિંહે કર્યું ઉદ્ઘાટન

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરિસરમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનનું ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પોલીસ સ્ટેશન એ શહેરનું 53મું પોલીસ સ્ટેશન બન્યું છે. લોકાર્પણ કાર્યક્રમમાં ડીજીપી શિવાનંદ ઝા અને શહેર કમિશ્નર એ.કે સિંહે પણ હાજરી આપી હતી.

પ્રદિપસિંહ જાડેજાએ આ મુદ્દે જણાવ્યું હતું કે, દેશ-વિદેશનાં નાગરીકોને ફરીયાદ નોંધાવવા માટે સરદારનગર પોલીસ સ્ટેશન જવું પડતું હતું. પરંતુ હવે તેનાંથી લોકોને રાહત મળશે. મહત્વનું છે કે PM મોદી વડાપ્રધાન બન્યાં બાદ વિદેશનાં રાષ્ટ્રપ્રમુખ સહિત અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ પણ અમદાવાદ એરપોર્ટ પર સમયાંતરે આવતી હોય છે.

ત્યારે એરપોર્ટ સુરક્ષાનાં દ્રષ્ટિકોણથી પણ સંવેદનશીલ હોવાંથી અહીંયાં હવે પોલીસ સ્ટેશન રાખવું અનિવાર્ય બન્યું છે.ઉલ્લેખનીય છે કે અગાઉનું સરદારનગર પોલીસ સ્ટેશન કે જે એરપોર્ટથી ૬ કિમી. દૂર હતું પરંતુ આ પોલીસ સ્ટેશન એરપોર્ટનાં પ્રાંગણમાં જ બન્યું છે.

Dhruv Brahmbhatt

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 days ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 days ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 days ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 days ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 days ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago