Airtel કંપની દ્વારા 289 પ્લાન થયો લોન્ચ, 48 દિવસ સુધી મળશે ફાયદો

ભારતીય એરટેલે ભારતીય માર્કેટમાં એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. એરટેલ દ્વારા 289 રૂપિયાનો પ્રીપેડ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં કસ્ટમરોને 48 દિવસ સુધી ડેટા, વોઇસ કોલિંગ અને SMSની સુવિધા મળશે.

એરટેલના આ પ્લાનની સીધી ટક્કર આઇડીયાના 295 રૂપિયાવાળા પ્લાન સાથે જોવા મળશે. જેની વેલિડીટી 42 દિવસની છે. બંને કંપનીઓ આઇડીયા અને એરટેલ કોલિંગ, ડેટા અને SMSનો ફાયદો આપે છે પરંતુ તેની વેલિડીટીમાં ફેરફાર છે.

એક તરફ જ્યાં એરટેલ 48 દિવસની વેલિડીટી આપી રહ્યું છે તો બીજી તરફ આઇડીયા તરફથી 42 દિવસની વેલિડીટી કસ્ટમરોને આપી રહ્યું છે. જો કે આઇડીયા આ મામલે એરટેલ કરતાં થોડુ આગળ છે. એરટેલના આ પ્લાનની ખાસિયત એ છે કે આ ઓપન માર્કેટ પ્લાન છે અને અને તેમાં કોલિંગને લઇને કોઇ પરેશાની નથી.

You might also like