એર ઈન્ડિયાના વિમાનના અપહરણની ISISની ધમકી

મુંબઈ : તુર્કી એરલાઈન્સમાં બોમ્બની અફવા બાદ હવે એર ઈન્ડિયાને પણ ત્રાસવાદી સંગઠન આઈએસઆઈએસ તરફથી વિમાનને હાઈજેક કરવાની ધમકી મળી છે. સ્વયંને આઈએસઆઈએસનો ત્રાસવાદી ગણાવનાર એક કોલરે એર ઈન્ડિયાના કોલ સેન્ટર પર હુમલો કરીને વિમાનને હાઈજેક કરવાની ધમકી આપી છે. કોલરે જણાવ્યું છે કે ૨૮ નવેમ્બરે એર ઈન્ડિયાના વિમાનને હાઈજેક કરવામાં આવશે. દરમિયાન, અહેવાલો અનુસાર મુંબઈ એરપોર્ટને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી મળતાં તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આઈએસઆઈએસ તરફથી ધમકી મળ્યા બાદ સીઆઈએસએફના સુરક્ષાકર્મીઓને હાઈ એલર્ટ આપવામાં આવી છે, જયારે વિશ્વના તમામ દેશોની એરલાઈન્સ પર ખતરાનાં વાદળ છવાયાં છે. એ વખતે એર ઈન્ડિયાને પણ ધમકી મળતાં હવે તકેદારીનાં તમામ પગલાં ભરવામાં આવી રહ્યાં છે એવું એર ઈન્ડિયાનાપ્રવકતાએ જણાવ્યું હતું.
બીજી બાજુ એર ઈન્ડિયાએ આ કેસમાં થાણેના શ્રીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
નોંધાવી છે, કારણ કે એરલાઈન્સનું કોલ સેન્ટર આ વિસ્તારમાં આવેલું છે.

You might also like