દિલ્હીમાં એરહોસ્ટેસનું શંકાસ્પદ હાલતમાં મોત, ભાઇએ લગાવ્યો હત્યાનો આરોપ

દિલ્હીના હોજખાસના પોશ વિસ્તારના પંચશીલ પાર્કમાં એક એરહોસ્ટેસે બીજા માળેથી શંકાસ્પદ હાલતમાં પડી જવાથી મોત થઇ ગયું છે. એર હોસ્ટેસે થોડા વર્ષ પહેલા જ લગ્ન કર્યા હતા. પતી-પત્ની બંને વચ્ચે ઝગડો થયો હોવાના અહેવાલ મળ્યા છે. પોલીસ અધિકારીઓએ પ્રારંભિક તપાસમાં આત્મહત્યા બતાવી છે. એર હોસ્ટેસે આત્મહત્યા કર્યા પહેલા પોતાના પતિ તેમજ પરિવારને મેસેજ કર્યો હતો.

દિલ્લીના હૌજ ખાસ વિસ્તારમાં એક એર હોસ્ટેસે મોતની છલાંગ લગાવી. 39 વર્ષીય અનિશિયા બત્રા એ મોતની છલાંગ લગાવતા પહેલાં પોતાના પતિને એક ચેતવણી આપતો મેસેજ કર્યો હતો. જ્યાં સુધી પતિ ધાબા પર પહોંચે તે પહેલાં જ અનિશિયાએ મોતની છલાંગ લગાવી દીધી હતી.

મૃતક અનિશિયાના પરિવારનો આરોપ છે કે, તેના પતિ અને સાસરીપક્ષ દ્વારા તેના પર દહેજને લઈને દબાણ કરવામાં આવતું હતું. મતૃક અનિશિયાના પતિ મયંકનું કહેવું છે કે, હું ધાબા પર પહોંચ્યો ત્યાં સુધીમાં તેણે છલાંગ લગાવી દીધી હતી. બાદમાં તેને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી પણ ત્યાં તેનું મોત થઈ ગયું.

જ્યારે મૃતક અનિશિયાના ભાઈના જણાવ્યા મુજબ, બે વર્ષ અગાઉ તેના લગ્ન થયા હતા. લગ્ન બાદ તેના સાસરીપક્ષ દ્વારા દહેજની માગણી કરવામાં આવતી અને અનિશિયાને હેરાન પરેશાન કરવામાં આવતી હતી. આ સિવાય તેની સાથે મારપીટ પણ કરવામાં આવતી. જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

પરિવારે લેખિતમાં પોલીસને જાણ કરી હતી કે, જો અનિશિયા સાથે કંઈ પણ થશે તો તેના સંપૂર્ણ જવાબદાર તેના પતિ અને સાસરીપક્ષના લોકો હશે. તો મૃતકના પરિવારે હત્યાની આશંકા વ્યકત કરી છે. ઘટનાના પગલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 days ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 days ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 days ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 days ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 days ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago