Categories: Entertainment

AIB કોમેડિયન સચિન અને લતાની મજાક ઉડાવતા બોલિવુડ ભડક્યું

નવી દિલ્હી : ભારત રત્નથી સન્માનીત દેશનાં બે વ્યક્તિત્વને એઆઇબી દ્વારા ખુબ જ ગંદી રીતે રજુ કરવામાં આવ્યા હતા. આ વીડિયો એઆઇબીનાં કોમેડિયન તન્મય ભટ્ટે બનાવ્યો છે. જેમાં સચિન તેંડુલકર અને લત્તા મંગેશકર માટે ખુબ જ વિવાદિત શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બંન્ને પર ખુબ જ અભદ્રપ્રકારની કોમેડી કરવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર આ વીડિયોની ખુબ જ ટીકા થઇ રહી છે. આ વીડિયો હવે સૌ કોઇનાં નિશાન પર છે. અનુપમ ખેર, રિતેશ દેશમુખ જેવા સેલેબ્રિટી પણ આ વિડિયોની ખુબ જ આલોચનાં કરી ચુક્યા છે.

કોમેડિયને બે મિનિટનાં સ્નેપચેટ વીડિયોમાં આ બે વ્યક્તિત્વ વિશે ઘણી અશ્લીલ કોમેન્ટ કરી છે. એઆઇટી રોસ્ટમાં કોમેડી કરનાર તન્મયે વિરાટ કોહલીનાં મુદ્દે સચિન તેંડુલકર અને લત્તામંગશકર વચ્ચે બબાલ દેખાડી છે. તન્મયે થોડા દિવસો અગાઉ જ આ વિડિયો પોતાનાં ફેસબુક પેજ પર શેર કર્યો હતો. જેનાં કેપ્શમાં લખ્યું હતું કે સચિન v/s લત્તા સિવિલ વોર (હું સચિન અને લત્તાને પ્રેમ કરૂ છું આ માત્ર મજાક માટે છે) આ વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છેકે કોમેડી કરતા સમયે તન્મયે સચિન અને લત્તા માટે ઘણા અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો.

આ વીડિયો અંગે અનુપમ ખેરે ટ્વિટ પર લખ્યું છે કે 9 વખત બેસ્ટ કોમિક એક્ટરનો વિજેતા રહ્યો છું મને સેન્સ ઓફ હ્યુમરનો સારો અનુભવ છે. પરંતુ આ હ્યુમર નથી. આ ખુજ અભદ્ર અને અપમાનજનક છે. રિતેશ દેશમુખે લખ્યું છે કે હું સાચે જ આ વીડિયો જોઇને આધાતમાં છું.કોઇ વ્યક્તિની બેઇજ્જતી ન તો કુલ હોઇ શકે છે ન તો ફની. શેલિના જેટલીએ લખ્યું છે કે હું શોક્ડ છું. તેનાં માટે બંન્ને વ્યક્તિઓ પાસે માફી માંગવી જોઇએ. અત્રે નોંધનીય છે કે એઆઇબી અને વિવાદનો જુનો સંબંધ છે.

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

23 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

23 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

23 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

23 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

23 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

24 hours ago