VIDEO: અમદાવાદની એક મહિલાની પાસપોર્ટને લઇ આત્મવિલોપનની ચિમકી, વિદેશ મંત્રીએ કર્યું ટ્વિટ

અમદાવાદઃ શહેરની એક મહિલાએ પાસપોર્ટ માટે અમદાવાદ ઝોનલ ઓફિસ સામે આત્મવિપોલનની ચિમકી આપી હતી. સંતોષબેન નામની આ મહિલાની આત્મવિલોપનની ચિમકીની વિદેશમંત્રીએ ગંભીર નોંધ લીધી હતી અને અમદાવાદ ઓફિસને ટ્વીટ કરી પાસપોર્ટ કાઢવા આદેશ પણ કર્યો હતો.

મહત્વનું છે કે, સંતોષબેન પાસે પાસપોર્ટ અધિકારીએ રૂપિયા 35 હજાર માંગ્યાનાં આક્ષેપ સાથે સંતોષબેને વિદેશ મંત્રીને ટ્વીટ કરીને જાણ કરી હતી.

મહત્વનું છે કે અમદાવાદની એક મહિલાએ શહેરની પાસપોર્ટ ઓફિસનાં જ એક અધિકારી પર પાસપોર્ટ નીકાળી આપવા મામલે આક્ષેપ લગાવ્યો હતો કે તેઓએ પાસપોર્ટ નીકાળી આપવા માટે રૂ.35 હજારની માંગ કરી છે.

ત્યારે આ અધિકારી લાંચ માંગતા હોવાંને લઇ સંતોષબેને વિદેશ મંત્રીને આ મુદ્દે ટ્વિટ કર્યું હતું. જેથી સંતોષબેને આત્મવિલોપનની ચિમકી આપી હતી જેથી વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ મુદ્દે ગંભીર નોંધ લીધી હતી અને અમદાવાદ ઓફિસને ટ્વિટ કરીને પાસપોર્ટ નીકાળી આપવા આદેશ આપ્યો.

You might also like