AMC વેસ્ટ વિભાગની બેદરકારી, કચરાનું વજન વધારવા થાય છે પાણીનો માર

અમદાવાદઃ AMCનાં સોલિડ વેસ્ટ વિભાગની એક ગંભીર બેદરકારી સામે આવી છે. “ડોર ટુ ડોર” કચરો ઉઘરાવતી વાનનાં કર્મીઓનું એક નવું જ કૌભાંડ સામે આવ્યું છે. કર્મચારીઓ કચરાનું વજન વધારવા માટે તેમાં પાણી ઉમેરી રહ્યાં છે. પછી બાદમાં પાણી છાંટેલા કચરાનું વજન કરવામાં આવે છે.

ત્યાર બાદ વજનનાં આધારે બીલની ચૂકવણી કરતાં હોય છે. ત્યારે સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પોતાનાં ખિસ્સા ભરવાનો નવો પેંતરો અમલમાં મૂકવામાં આવ્યો હોય અને તેનું ચુસ્તપણે પાલન કરવાનું હોય એવું લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે અંદાજે ૬૦ કરોડનો ખર્ચ ડોર ટુ ડોર વાહનો દ્વારા કચરો એકત્ર કરવા પાછળ કરે છે પણ હકીકત એ છે કે, કચરો દરરોજ ઉપડાતો નથી.

આ સિવાય વજનને આધારે કોન્ટ્રાક્ટરોને રૂપિયા ચૂકવવામાં આવે છે જેથી વધુ વજન બતાવવા માટે ગેરરીતિ કરવામાં આવતી હોવાની અનેક ફરિયાદો પણ સામે આવી છે. કર્મચારીઓ કચરાનું વજન વધારવા માટે તેમાં પાણી ઉમેરી રહ્યાં છે.

You might also like