શાકભાજીનાં ભાવ આસમાનેઃ ભારે વરસાદને કારણે માલમાં ખરાબી

દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદને કારણે શાકભાજી માર્કેટ પર પણ તેની અસર પડી છે. શાકભાજીનાં હબ તરીકે જાણીતા સુરત, નવસારી, વલસાડ, વાપી અને મહારાષ્ટ્ર તરફથી આવતા શાકભાજીઓમાં પ્રતિબંધ લાગેલ છે. ત્યારે શાકભાજીનાં ભાવમાં ભડકો થયો છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનાં અનેક શાક માર્કેટ બંધ છે. જેનાં કારણે શાકભાજીનાં ભાવ ઉંચકાયાં છે. મહારાષ્ટ્રથી આવતા શાકભાજી અને સુરતથી આવતો જથ્થો બંધ થતાં હાલ શાકભાજી ભારે મોંઘા બન્યાં છે. ભારે વરસાદને કારણે અનેક હાઈવે બંધ છે અને અનેક ટ્રકો રસ્તામાં ફસાયેલી હોવાંથી માર્કેટ પર અસર પડી છે અને વેપારીઓ પોતાનો માલ સમયસર પહોંચતો ન હોવાંથી હાલ માલની હેરાફેરી બંધ કરી છે. જેનાં કારણે અનેક માર્કેટમાં શાકભાજીની અછત સર્જાઈ છે અને ભાવમાં વધારો ઉંચકાયો છે.

શાકભાજી બજારમાં અમદાવાદ સુધી આવતી અનેક ટ્રકો આવી નથી. ત્યારે શાકભાજીની આવકમાં ઘટાડો થતાં અમદાવાદમાં શાકભાજીઓનાં ભાવમાં વધારો જોવાં મળ્યો હતો. પરિણામે ગૃહિણીઓ સહિત પરિવારોનું બજેટ ખોરવાઇ ગયું છે. હાલનાં શાકભાજીનાં ભાવ પર નજર કરીએ. પહેલાનાં અત્યારનાં શાકભાજીનાં ભાવ પર તો ગવારનો જૂનો ભાવ કિલોનો 30થી 35 હતો. જે હાલ કિલોનાં 40થી 45એ પહોંચ્યો છે.

શાકભાજી જૂનો ભાવ (કિલો) નવો ભાવ (કિલો)
ગવાર 30-35 40-45
ભીંડા 35-40 50-60
મરચાં 10-12 25-30
કોથમીર 20-25 80-85
રીંગણ 5-8 15-20
કારેલાં 25-35 25-35
ટામેટાં 10-12 35-40
ચોળી 25-30 35-40
દૂધી 8-10 15-20
ગલકાં 12-15 25-30
બટાટા 20-25 30-35
કોબિઝ 5-8 12-15
ફ્લાવર 20-25 35-40

શાકભાજીઓનાં ભાવ જોઈને ચોક્કસથી એક વાત એવી સામે આવે છે કે, વરસાદ પડ્યો હોવા છતાં શાકભાજી આટલાં મોંઘા બન્યાં છે. શાકભાજી ઘર સુધી આવતાં હોલસેલ બજાર કરતાં 30% જેટલો ભાવ વધી જાય છે. સામાન્ય બટાકાની વાત કરીએ તો તેની કિંમત 25 રૂપિયા અને ડુંગળીનો 25થી 30નો ભાવ હતો અને પ્રજા પર વધુ એક માર પડ્યો છે.

Dhruv Brahmbhatt

Recent Posts

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

5 mins ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

22 mins ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

30 mins ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

30 mins ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

35 mins ago

રાજ્યની તમામ સરકારી શાળાઓમાં આજથી બાયોમેટ્રિક સિસ્ટમથી હાજરી ફર‌િજયાત

અમદાવાદ: આજથી અમદાવાદ સહિતની રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાયોમેટ્રિક સિસ્ટમથી હાજરી ફર‌િજયાત કરાઈ છે. સેન્ટ્રલ અટેન્ડન્સ સિસ્ટમ આજથી લાગુ…

39 mins ago