VIDEO: AMCની ઘોર બેદરકારી, કચરો એકઠો કરવાની વાનમાં શાકભાજી

અમદાવાદઃ AMC સોલિડ વેસ્ટ વિભાગની વધુ એક બેદરકારી સામે આવી છે. ડોર ટુ ડોર કલેક્શન વાનમાં શહેરનાં કચરાનાં બદલે શાકભાજી લઈ જવાતો એક વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જો કે, આ વાન શહેરનાં સૂકા અને ભીના કચરાને લાવવા લઈ જવા માટે ઉપયોગમાં લેવાય છે.

પરંતુ આપ દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકો છો કે અહીં કચરો એકઠો કરવાની વાનમાં શાકભાજીની હેરાફેરી થાય છે. આખી કલેક્શન વાનમાં માત્રને માત્ર શાકભાજી જ નજરે પડે છે, નહીં કે કચરો. આપ પણ જોઈ શકો છો કે આ વાનમાં શાકભાજીની હેરાફેરીને લઇને સોલિડ વેસ્ટ વિભાગની કામગીરી પર અનેક જાતનાં સવાલો ઉઠ્યાં છે.

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે જ સામાન્ય સભામાં વિપક્ષે આ વાનને લઈને કેટલાંક ગંભીર આક્ષેપો પણ કર્યા હતાં. ત્યારે AMCનાં આ વિભાગ દ્વારા જાણે કે શરમ નેવે મૂકીને બિંદાસ્ત જાહેર રોડ પર શાકભાજી લઈ જવાતા નજરે જોનારા લોકોએ પણ આ અંગે ભારે અટકળો કરી હતી.

જો કે આ ઘટનાને લઇને હવે AMC દ્વારા ડોર ડુ ડોર વેસ્ટ કલેક્શન માટેનાં વાહનો પણ જપ્ત થવાની સંભાવના છે. આ ઘટના અંતર્ગત ડ્રાઇવર સહિત એજન્સીની પણ તપાસ કરવામાં આવશે. જો કે કચરો લઇ જવાની વાનમાં શાકભાજી લઇ જવાતી હોવાની ઘટના સામે આવતા AMC માટે આ એક સૌથી શરમનક ઘટના છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ડોર ટુ ડોર કલકેશન વાનની ગેરરીતિ સામે આવી હતી. જેથી સોલિડ વેસ્ટ વિભાગની કામગીરીને લઇને ફરી અનેક પ્રશ્નો ઊભા થયાં છે. કચરા એકઠા કરવાની વાનમાં શાકભાજી લઈ જવાથી લોકોનાં સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં થઇ રહ્યાં છે તેવાં વિપક્ષોએ આક્ષેપ કર્યા હતાં.

You might also like