VIDEO: અમદાવાદની ઉદગમ સ્કૂલનાં સંચાલકો અને વાલીઓ વચ્ચે ફી મુદ્દે ઘર્ષણ

અમદાવાદઃ શહેરમાં આવેલી તેમજ સ્કૂલ ફીને લઇ સતત વિવાદોમાં ઘેરાયેલી ઉદગમ સ્કૂલની મનમાની ફરી સામે આવી છે. કમિટી દ્વારા ફી નક્કી કરવામાં આવે તે પહેલા શાળા દ્વારા વાલીઓ પાસેથી એડવાન્સ ચેકની માંગ કરવામાં આવી છે.

વાલીઓ પાસેથી 7 માર્ચ સુધીમાં ચેક આપવા માટે સંચાલકો દ્વારા આદેશ આપવામાં આવ્યાં છે. 7 માર્ચ સુધી ચેક ન આપનારનાં એડમિશન રદ્દ કરવાની પણ સ્કૂલ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. શાળાનાં સંચાલકો દ્વારા વાલીઓને ધમકી ભર્યા ઇ-મેઇલ પણ કરવામાં આવ્યાં છે. જેનાં કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

અમદાવાદની ઉદગમ સ્કૂલનાં શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે ઘર્ષણ
કમિટી ફી નક્કી કરે તે પહેલા શાળા સંચાલકોની મનમાની
અમદાવાદની ઉદગમ સ્કૂલની મનમાની
વાલીઓ પાસે એડવાન્સ ચેકની શાળા સંચાલકોએ કરી માંગ
7 માર્ચ સુધીમાં ચેક ન આપનારનાં એડમિશન રદ્દ કરવાની ચિમકી
શાળા સંચાલકોએ ધમકી ભર્યા ઇ-મેઇલ કર્યા

You might also like