અમદાવાદ એસ.ટી બસ સ્ટેન્ડ પર ફ્રી વાઇ-ફાઇ સુવિધા કરાશે શરૂ

અમદાવાદઃ ગીતા મંદિર એસ.ટી બસ સ્ટેન્ડ પર હવે પ્રવાસીઓ વાઇ-ફાઇ સુવિધાને માણી શકશે. એસ.ટી. નિગમે નવા બસ સ્ટોપ પર પ્રવાસીઓ તેમનાં નવરાશનાં સમયમાં અને વેઇટિંગનાં સમય દરમિયાન ઇન્ટરનેટનો ઉપયોગ થકી પોતાનાં અંગત કે વ્યવસાયલક્ષી કામ કરી શકે તે માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

જેમાં પ્રવાસીઓ 100 MB સુધી ડેટાનો વિનામૂલ્યે લાભ લઇ શકશે. જે બાદ 1 GB માટે 30 રૂપિયા, જ્યારે 300 MB ડેટા માટે 10 રૂપિયાનો ચાર્જ વસુલવામાં આવશે. BSNL આ વાઇ-ફાઇ સુવિધા પૂરી પાડશે. પ્રથમ વાર અમદાવાદ બસ સ્ટોપ પર આ પ્રકારે મર્યાદિત ડેટા સુધી ફ્રી વાઇ-ફાઇ સેવા શરૂ કરવામાં આવી છે. જેને મુસાફરો પણ આવકારી રહ્યાં છે.

You might also like