VIDEO: અમદાવાદમાં પુરઝડપે આવતી કાર 15 ફૂટ દૂર ફંગોળાઇ ઝૂંપડપટ્ટીમાં ઘુસી

અમદાવાદઃ રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કાર અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદનાં વાડજ રિવરફ્રન્ટ વિસ્તારમાં પૂર ઝડપે આવતી એક કાર અચાનક જ ઝુંપડપટ્ટીમાં આવેલ એક ઘરમાં ખાબકી ગઇ હતી. કાર ચાલકે સ્ટીયરીંગ પરથી અચાનક જ કાબૂ ગુમાવ્યો હતો અને કાર ઉછળીને 15 ફૂટ દૂર આવેલી ઝુંપડપંટ્ટીમાં જઈને ખાબકી હતી.

જો કે તે સમય દરમ્યાન છ વર્ષની એક બાળકી પણ આંગણામાં રમી રહી હતી પરંતુ સદ્દનસીબે આ બાળકીને અકસ્માતમાં કોઈ જ જાનહાની ન પહોંચતા તેનો કુદરતી આબાદ બચાવ થયો હતો.

જો કે બાદમાં સ્થાનિકોએ આ સમગ્ર ઘટનાની જા ણ કરતાં વાડજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. મહત્વનું છે કે આ કાર એ સાબરમતી ગુરુકુલની કાર હતી કે જેનો અકસ્માત થયો હતો. આ કારમાં ગુરૂકુળનાં બાળકો હતાં કે જેમાં ચાર બાળકો ઇજાગ્રસ્ત પણ થયાં છે.

You might also like