Categories: Gujarat

દુકાનદારોને લેખિત નોટિસ વિના ડિમોલિશન કરાતાં દુર્ઘટના બની

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં થયેલા મ્યુનિ. તંત્ર દ્વારા કરાયેલા ડિમોલિશનના પગલે સ્થાનિક રહીશો અને વેપારીઓમાં હજુ સુધી અાક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક વેપારીઓએ અાક્ષેપ કર્યો હતો કે વર્ષ ૨૦૧૨થી અત્યાર સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની અમને નોટિસ અાપવામાં અાવી નથી. માત્ર મૌખિક નોટિસ અાપવામાં અાવી છે. અા ડિમોલિશન બીજેપીના ધારાસભ્યના બિલ્ડિંગના બચાવ માટે કરવામાં અાવ્યું છે. ઉપરાંત જે પણ ટીપી સ્કિમ છે તેમાં ફેરફાર કરવામાં અાવ્યા છે. વેપારી એસોસિએશનના ડો. લોહિયાએ અાક્ષેપ કર્યો હતો કે કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી હોવાથી અધિકારીઓ જ અપરાધી છે. લેખિતમાં કોઈપણ પ્રકારની દુકાનદારોને નોટિસ અાપ્યા વગર અા ડિમોલિશન કરાતાં દુર્ઘટના બની હતી.

શહેર કોંગ્રેસના મહામંત્રી અનિશભાઇ પટેલે જણાવ્યું હતું કે વેપારીઓને અન્યાય કરવામાં આવ્યો છે. વર્ષ ર૦૧૦-૧ર પછી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ દબાણ દૂર કરવા માટે કોઇ પણ નોટિસ આપવામાં આવી નથી. વેપારીઓ પાસે તમામ પુરાવા છે. છ મહિના અગાઉ શહેર કોંગ્રેસ દ્વારા આ દબાણો દૂર ન કરવા આંદોલન કરાયું હતું. જેના કારણે ડિમોલિશનની કામગીરી બંધ કરાઇ હતી, પરંતુ સોમવારે મ્યુનિ. તંત્રના અધિકારીઓ દ્વારા વેપારીઓને મૌખિક નોટિસ આપી અને મંગળવારે સવારે પોલીસ બંદોબસ્ત સાથે આવીને તાત્કાલિક અસરથી તોડફોડ શરૂ કરી દેવામાં આવી હતી.

નિકોલ વોર્ડના કોર્પોરેટર રણજિતસિંહ બારડે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે ચાર વેપારીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વેપારીઓને કોઇ પણ પ્રકારની જાણ અને નોટિસ આપ્યા વગર જ દબાણ દૂર કરવા માટે તંત્ર પોલીસ બંદોબસ્ત સાથે આવ્યું હતું. મૃતક વેપારીઓને રૂ.રપ લાખનું વળતર મળે તે માટે આજે બપોરે મ્યુનિ. કમિશનર અને મેયરને આવેદનપત્ર આપવામાં આવશે.

…તો કમિશનર સામે ફોજદારી ગુનો દાખલ કરતાં અચકાઇશું નહીંઃ કોંગ્રેસ
વિપક્ષ કોંગ્રેસના નેતા દિનેશ શર્મા કહે છે કે આજે બપોરે ૪ વાગ્યે કોંગ્રેસ આ મુદ્દે કમિશનર ડી. થારાને ઘેરાવ કરશે તેમજ સમગ્ર કરુણાંતિકાની ઊંડાણપૂર્વક તપાસ માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરતું આવેદનપત્ર સુપરત કરીશું. જો કમિશનર મૃતકોને ન્યાય અપાવવામાં નિષ્ફળ જશે તો તેમની વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરતાં પણ અચકાઇશું નહીં તેમજ કોર્ટના દરવાજા ખખડાવીશું.

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના ભાઈ અને વલ્લભ કાકડિયાની મિલકતો બચાવાઈ!
રાજ્ય સરકારના વરિષ્ઠ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને ભાજપના ધારાસભ્ય વલ્લભ કાકડિયાની મિલકતોને કપાતમાં જતી બચાવવા તંત્ર દ્વારા રોડ લાઇનમાં ફેરફાર કરાયાે તેેવો આક્ષેપ મ્યુનિ. કોંગ્રેસના નેતા દિનેશ શર્માએ કર્યો છે. ભૂપેન્દ્રસિંહના ભાઇ સુરધારા કોમ્પ્લેકસમાં ભાગીદાર હોઇ ટીપ- એકની બોર્ડરલાઇન બદલાઇ તો ટીપી-૬પમાં વલ્લભ કાકડિયાના બિલ્ડિંગને બચાવવા ઝીકઝેકવાળો રોડ બનાવાયો તેવો આક્ષેપ પણ મ્યુનિ. કોંગ્રેસના નેતા દિનેશ શર્માએ કર્યો છે.

મૃતકના પરિવારજનોને રૂ.૧૦ લાખનું વળતર અાપોઃ પાસ
પાટીદાર અનામત આંદોલન સમિતિના અતુલ પટેલે જણાવ્યું હતું કે ગઇ કાલે નિકોલ વિસ્તારમાં થયેલા દબાણને દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થયેલી દીવાલને દૂર કરવાની કામગીરીમાં દીવાલ તૂટતાં ચાર પાટીદાર યુવકોનાં મોત નીપજ્યાં હતાં. આ તમામ મૃતકોને તાત્કાલિક અસરથી સરકાર દ્વારા રૂ.૧૦ લાખનું વળતર મળવું જોઇએ. આ વ્યકિતનાં જાહેર જીવનનો પ્રશ્ન છે. જેથી પાસ આ તમામ પાટીદાર યુવકોનાં મોત બદલ દોષિત અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માગ કરે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજકીય પક્ષો અને મ્યુનિ. તંત્રના અધિકારીઓની મિલી ભગત હોઇ, જેથી ગેરકાયદે બાંધકામ થાય છે અને પછી નોટિસ આપી તોડી નાખવામાં આવે છે. તમામ મૃતક પાટીદાર યુવકોને ‘પાસ’ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવશે અને બનશે તેટલી આર્થિક સહાય કરવામાં આવશે.

મેયરે ઇજાગ્રસ્ત આકાશની મુલાકાત લીધી
મેયર ગૌતમ શાહે આજે સવારે શારદાબેન હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત આકાશ પટેલની મુલાકાત લઇને તેની ખબર અંતર પૂછ્યાં હતાં. મેયર કહે છે આકાશની ઘનિષ્ઠ સારવારની તંત્રને સૂચના અપાઇ છે.

શહેર ભાજપ પ્રમુખ દુકાનો તૂટશે નહીં તેવો દિલાસો અાપતા રહ્યા
શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલને દુકાનદારો છેલ્લા અઠવાડિયાથી મળતા હતા તેઓ તોડફોડ નહીં થાય તેવો જુઠ્ઠો દિલાસો આપતા રહ્યા. ડે.કમિશનર બચાણીએ તો ડિમોલેશનની કોઇ જાણકારી જ ન હતી. મ્યુનિ. અધિકારી પરમારે ઉદ્ધત વર્તન કરી અમને સૌને અપમાનીત કર્યા. પોલીસે મહિલાઓ પર લાઠીચાર્જ કર્યો. તેમ એક અસરગ્રસ્ત દુકાનદાર અશ્ચિન પ્રજાપતિ રોષભેર કહે છે.

હજુ પ૦૦ ટી.પી. રસ્તા ખુલ્લા કરવાના છે.
મ્યુનિ. કોર્પોરેશન સમક્ષ પ૦૦ ટી.પી. રસ્તા ખુલ્લા કરવાની દરખાસ્ત છે. જેમાં ખાડિયા ચાર રસ્તાથી પાંચ કૂવાનો પણ સમાવેશ થાય છે. પરંતુ તંત્રેએ નિકોલ ગામ રોડ લાઇનમાં જે પ્રકારે ઉતાવળ કરી તેવી જ ઉતાવળ શું આ તમામ ટીપી રસ્તાઓમાં કરશે. તેવો પ્રશ્ન લોકમુખે ચર્ચાઇ રહ્યો છે.

મ્યુનિ. અધિકારીઓ મૌન કમિશનર ડી. થારા, ડે.કમિશનર બચાણી સહિતના મ્યુનિ. ઉચ્ચ અધિકારીઓએ મૌન પકડી લીધું હોય તેમ એક પણ ઉચ્ચ અધિકારીનો આજે સવારથી ફોન પર સંપર્ક થઇ શકતો નથી.

ડિમોલિશનનાં ગાઇડ લાઇન માટે માગણી ઊઠી
• અઠવાડિયા પહેલાં અસરગ્રસ્તોને જાણકારી અાપવામાં અાવે.
• ડિમોલેશન દરમિયાન સમગ્ર વિસ્તાર કોર્ડન કરવામાં અાવે.
• ફાયરબ્રિગ્રેડનો કાફલો તૈનાત કરાય.
• એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખવામાં અાવે.
• પૂરતો પોલીસ બંદોબસ્ત મુકવામાં અાવે.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

21 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

21 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

21 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

21 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

21 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

21 hours ago