VIDEO: અમદાવાદમાં ધાર્મિક સ્થળ તોડાતાં સ્થાનિકોએ મચાવ્યો હોબાળો

અમદાવાદઃ શહેરનાં અમરાઈવાડી વિસ્તારમાં ધાર્મિક સ્થળ તોડી પાડવા મામલે ભારે હોબાળો થયો છે. મળતી માહિતી પ્રમાણે, અમરાઈવાડીનાં સુરલીયા રોડ પર કોઈ પણ પ્રકારની નોટિસ વગર તંત્રએ ધાર્મિક સ્થળ તોડી પાડયું છે. જેને લઈને રોષે ભરાયેલા સ્થાનિકોએ હોબાળો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ક્યારેક જો કોઇ ગેરકાયદેસર જગ્યાએ કોઇ બાંધકામ થયું હોય તો મ્યુનિસિપલ તંત્ર દ્વારા તે જગ્યાએ દબાણની કાર્યવાહી હાથ ધરાતી હોય છે. ત્યારે ત્યાંનાં લોકોને કે માલિકી ધરાવનારને તંત્ર અગાઉ જાણ કરતું હોય છે. જો કે શહેરનાં અમરાઇવાડીમાં સુરલીયા વિસ્તારમાં તંત્રએ કોઇ પણ નોટિસ વગર ધાર્મિક સ્થળ તોડી પાડતાં ત્યાનાં સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવાં મળી રહ્યો છે.

અમદાવાદમાં ધાર્મિક સ્થળ તોડતા મચ્યો હોબાળો
અમરાઈવાડીનાં સુરલીયા રોડ પાસે હોબાળો
નોટિસ વગર ધાર્મિક સ્થળ તોડાતા કરાયો હોબાળો
મોટી સંખ્યામાં સ્થાનિકોએ મચાવ્યો હોબાળો

You might also like