VIDEO: અમદાવાદમાં ચાલુ ટ્રેન પકડતાં નીચે પટકાતી મહિલાનો PSIએ બચાવ્યો જીવ

અમદાવાદઃ શહેરમાં રેલ્વે સ્ટેશનનાં પ્લેટફોર્મ નંબર 1 પર એક મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ હતી. આ ઘટના બાદ RPFનાં PSI સંજય બાઉએ મહિલાનો જીવ બચાવ્યો હતો. ચાલુ ટ્રેનમાંથી પગ લપસી જતાં મહિલા ટ્રેનમાંથી નીચે પડી હતી. ત્યાર બાદ તત્કાલિક પોલીસકર્મીએ મહિલાનો જીવ બચાવ્યો હતો. જો કે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઇ હતી.

મહત્વનું છે કે કાલુપુર રેલ્વે સ્ટેશનમાં મુસાફરીનાં સમયે જબલપૂર સોમનાથ એક્સપ્રેસ ચાલતી ટ્રેન પકડવા જઇ રહેલી મહિલા એકાએક નીચે પટકાઈ ગઇ હતી. પરંતુ RPF જવાને ટ્રેન નીચે પટકાયેલી આ મહિલાને અચાનક જ ખેંચી લેતા તે મહિલાનો જીવ બચાવી લેવાયો હતો.

મણીનગર રેલ્વે પોલીસ પર સબ ઇન્સ્પેક્ટર સંજય બાવનેએ મહિલાનો જીવ બચાવીને બહાદુરીનું કામ કર્યું છે. RPFમાં સબ પોલીસ ઇન્સ્પેક્ટર સંજય બાવનેએ જણાવ્યું હતું કે અમદાવાદ કાલુપુર સ્ટેશન પાસે પ્લેટફોર્મ નંબર એક પાસે જબલપૂર સોમનાથ એક્સપ્રેસ મહિલા મુસાફર સોમનાથ જઇ રહ્યાં હતાં. તે સમયે અમદાવાદ સ્ટેશન મુલાકાતીને મળવા નીચે ઉતર્યા હતાં ને અચાનક જ ટ્રેન નીકળતા ચાલુ ટ્રેને સ્ટેશન પર ટ્રેન પકડતાં તે મહિલા એકાએક નીચે પટકાયાં હતાં.

પરંતુ સમયસર તે મહિલાને એક RPF જવાને ખેંચી લેવાથી જ મહિલાને સામાન્ય ઇજા પહોંચી હતી. જો કે સદનસીબે તેનો જીવ બચી ગયો હતો. પરંતુ ચાલુ ટ્રેને મુસાફર ટ્રેન પકડવી એ પણ એક ગુનો છે. વારંવાર સમજાવવા છતાં મુસાફરો આ વાત સ્વીકારતા નથી અને ઉતાવળમાં ટ્રેન પકડવા જતાં હોય છે અને ત્યારે આ પ્રકારની દુર્ઘટનાનાં લોકો ભોગ બનતાં હોય છે.

You might also like