VIDEO: અમદાવાદની ભવન્સ કોલેજમાં ABVPનાં કાર્યકરોની ચાલુ લેક્ચરે દાદાગીરી

અમદાવાદઃ વિદ્યાર્થીઓની વેદના વહિવટી સિસ્ટમ સુધી પહોંચાડવાની એક પદ્ધતી હોય છે. જો કે કેટલાંક વિદ્યાર્થી નેતાઓ સીધી પદ્ધતીને અવગણીને શાળા-કોલેજોમાં રોફ જમાવે છે અને તોડફોડ કરે છે. તે પદ્ધતી અયોગ્ય છે. આવી હરકતોથી પ્રતિષ્ઠીત સંસ્થાઓ પણ સાથે સાથે બદનામ થાય છે કે જેની સીધી જ અસર વિદ્યાર્થીઓ પર થાય છે.

અમદાવાદનાં ખાનપુર વિસ્તારમાં આવેલી ભવન્સ કોલેજમાં ABVPનાં કાર્યકરોની દાદાગીરી સામે આવી છે. ચાલુ લેક્ચરમાં જ ઘુસી જઈને ABVPનાં કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરીને રોફ જમાવવાનો પ્રયાસ કર્યો છે. પ્રિન્સીપાલે આ સમયે તેમને રોક્યાં હતાં.

જો કે કાર્યકરોએ પ્રોફેસર સાથે પણ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. શિક્ષણનાં ધામમાં આવી હરકતોથી રાજ્યની છબી ખરડાય છે. જેનું ધ્યાન વિદ્યાર્થી નેતાઓ સહિત ઉપરી નેતાઓએ પણ રાખવું ખૂબ જરૂરી છે.

You might also like