VIDEO: અમદાવાદનાં નવનિયુક્ત મહિલા મેયરને પ્રથમ ગ્રાસે જ મક્ષિકા, પદને લાગ્યું ગ્રહણ

અમદાવાદઃ શહેરનાં નવા મેયરની ઓફિસ સામે આજે કેટલાંક સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. મેયર બીજલ પટેલની ઓફિસ સામે પ્રથમ દીવસે જ પાલડી વિસ્તારનાં લોકોએ તેમની વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં. પદ સંભાળતાની સાથે જ સ્થાનિકોએ સમસ્યાઓને લઈ મેયર સામે ઉગ્ર રોષ દેખાડ્યો હતો.

મેયરનાં મત વિસ્તારનાં લોકોનો એવો આક્ષેપ છે કે તેમણે તેનાં વિસ્તારમાં કોઈ વિકાસનાં કાર્યો કર્યાં નથી. મહત્વનું છે કે, બીજલ પટેલની વરણીને લઈ વરિષ્ઠ કોર્પોરેટરોમાં પણ ભારે નારાજગી જોવા મળી છે.

ઉલ્લેખનીય છે કે આજે ગુજરાતનાં ત્રણ શહેરો અમદાવાદ, સુરત અને ભાવનગરનાં મેયર અને નવી ટર્મનાં સદસ્યોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં બિજલ પટેલને અમદાવાદનાં મેયર, ડો.જગદીશ પટેલને સુરતનાં અને મનહર મોરીને ભાવનગરનાં મેયર તરીકે નિમણૂંક કરાયાં હતાં.

મહત્વનું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અઢી વર્ષની બીજી ટર્મનાં નવા મેયર અને ડેપ્યુટી મેયરની આજે વરણી કરાઈ. જેમાં મેયર તરીકે બિજલ પટેલ, ડે. મેયર તરીકે દિનેશ મકવાણા અને સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન તરીકે અમુલ ભટ્ટની નિમણૂંક કરવામાં આવી છે. એટલે કે બિજલ પટેલ અઢી વર્ષની ટર્મ માટે મેયર તરીકે નિમણૂંક થયાં છે.

You might also like