Categories: Gujarat

કાલે ભગવાન ભક્તોને દ્વાર

અમદાવદ: ભગવાન જગન્નાથજીની ૧૪૦મી રથયાત્રા પરંપરાગત રૂટ ઉપર આવતી કાલે નીકળશે. રથયાત્રાની અંતિમ તબક્કાની તૈયારીઓ ઉત્સાહભેર થઈ રહી છે. કાલે પ્રભુ ભક્તોનાં ખબરઅંતર પૂછવા માટે નગરચર્યાએ નીકળશે. અષાઢી બીજે ૨૫ જૂનના રોજ સવારે પ્રાતઃ આરતી બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીની રથયાત્રાને સોનાની સાવરણીથી પહિંદવિધિ કરી રથ ખેંચીને મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પ્રસ્થાન કરાવશે.

કાલે સવારે ૪-૦૦ વાગ્યે મંગળા આરતીમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ હાજર રહેશે. સવારે ૪-૩૦ કલાકે ભગવાનને વિશિષ્ટ એવો ખીચડી ભોગ અર્પણ કરશે. ત્યાર બાદ ભગવાનને પ્રિય રાસ-ગરબા નૃત્ય થશે. ર૦ વર્ષ પછી પહેલી વાર મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન એકસાથે રથયાત્રાને પ્રસ્થાન કરાવશે.
ત્યાર બાદ ભગવાનને આંખે બાંધેલા પાટા ખોલવાની વિધિ થશે. સવારે ૫-૪૫ કલાકે ભગવાન રથમાં બિરાજશે. ૭-૦૦ કલાકે રથયાત્રા વિધિવત્ શરૂ થશે. ત્યારે ગજરાજ, અખાડા, ભજન મંડળી, બેન્ડવાજાં, ટ્રકો અને સાધુ સંતોની સાથે જગતના નાથ નગરચર્યાએ નીકળશે.

આ વર્ષે પહેલીવાર નેત્રોત્સવ વિધિ બાદ ભગવાને અંગીકાર કરેલાં વસ્ત્રો પ્રસાદીરૂપે ભક્તોને અપાયાં હતાં. આજે બપોરે ત્રણ કલાકે રથ પૂજનની વિધિ યોજાશે. જેમાં કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી તેમજ વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહેશે. આજે સાંજે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા વિશિષ્ટ પૂજા અને આરતી થશે. પરંપરા મુજબ તેેઓ ખીચડી પ્રસાદ માટેની સામગ્રી, કોળા, ગવારફળી, ચોખા અને દાળ લઇને આવશે. રાત્રે ૮-૦૦ કલાકે યોજાનાર આજની સંધ્યા આરતીમાં પ્રધાન મંડળના સભ્યો અને ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપશે.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઇસ્કોન મંદિર દ્વારા સાંજે ૪-૦૦ કલાકે રથયાત્રા આયોજિત થશે. ઇસ્કોનના વિષ્ણુરામદાસજીએ જણાવ્યું હતું કે રથયાત્રા બિલેશ્વર મહાદેવથી શરૂ થઇને શ્યામલ ચાર રસ્તા, આનંદનગર રોડ, પ્રેરણાતીર્થ દેરાસર અને રામદેવનગર થઇને રાત્રે ૮ કલાકે ઇસ્કોન મંદિરે પરત આવશે. સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગરથી બપોરે ર કલાકે રથયાત્રા નીકળશે. યાત્રા મેમનગરથી શરૂ થઇને સુભાષ ચોક, યુગાંડા સોસાયટી, નિકિતા સોસાયટી, સત્તાધાર, કર્મચારીનગર, વિશ્રામનગર, તરુણનગર, સુભાષચોક, મેમનગર ગામ, માનવમંદિર થઇને સ્વામિનારાયણ ગુરુકુળ પરત થશે. ત્રિપદા પરિવાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ઘાટલોડિયા વિસ્તારથી પ૦મી બાળયાત્રા યોજાશે. સમગ્ર અમદાવાદ શહેરમાં નાના-મોટી ૧ર૦ જેટલી રથયાત્રા આવતી કાલે યોજાશે.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

વડોદરામાં ઉજવાયો 86મો ઇન્ડિયન એરફોર્સ ડે, જવાનોએ બતાવ્યાં વિવિધ કરતબો

વડોદરાઃ શહેરનાં આકાશમાં એરફોર્સનાં જવાનોએ વિવિધ કરતબો કર્યા. આકાશી ઉડાનનાં કરતબો જોઈને વડોદરાવાસીઓ સ્તબ્ધ રહી ગયાં. શહેરમાં 86મો ઇન્ડિયન એરફોર્સ…

29 mins ago

ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કરી ભારતની પ્રશંસા, પાકિસ્તાનને આપી ગંભીર ચેતવણી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની પ્રશંસા કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે, ગરીબોને માટે ભારતે અનેક સફળ પ્રયાસો…

1 hour ago

બેન્ક પર ગયા વગર 59 મિનિટમાં મળશે લોન

નવી દિલ્હી: નાણાં મંત્રાલયે એમએસએમઇ લોન પ્લેટફોર્મને લઇને એક મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ હવે એમએસએમઇને બેન્કની બ્રાન્ચ…

3 hours ago

ગુજરાતમાં ઓલા-ઉબેરને ફટકોઃ 20 હજાર કેબ જ રાખી શકશે

નવી દિલ્હી: ગુજરાત સરકારે રાજ્યમાં ઓલા, ઉબેર અને એપ દ્વારા કેબ સર્વિસ આપનારી કંપનીઓનું ફ્લિટ ૨૦ હજાર કેબ સુધી મર્યાદિત…

3 hours ago

‘માય બાઇક’ના ધુપ્પલ પર પાંચ વર્ષે બ્રેકઃ કોન્ટ્રાક્ટ રદ કરી દેવાયો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓને ફરીથી શહેરમાં સાઇકલ શે‌રિંગનું ઘેલું લાગ્યું છે. આગામી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ સાઇકલ શે‌રિંગની દરખાસ્ત મૂકીને પુનઃ…

4 hours ago

મેટ્રો પ્રોજેક્ટમાં મજૂરોને ટિફિન સપ્લાયના બહાને વેપારીને 13 લાખનો ચુનો લગાવ્યો

અમદાવાદ: નરોડા રોડ પર અશોક મિલ પાસે રહેતા અને કેટરર્સનો વ્યવસાય કરતા યુવક સાથે રાજસ્થાનના લેબર કોન્ટ્રાકટરે રૂ.૧૩ લાખની છેતર‌પિંડી…

4 hours ago