Categories: Gujarat

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને શહેર પોલીસે કરી તમામ તૈયારીઓ પૂર્ણ

અમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રાને ગણતરીનાં દિવસો બાકી રહયા છે. ત્યારે શહેરપોલીસે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.139મી રથયાત્રામાં શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખવા માટે શહેર પોલીસ સજ્જ થઈ ગઈ છે .અતિ સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં બહારથી પોલીસ ફોર્સ મંગાવવામાં આવી છે.દરિયાપુર,શાહપુર જેવા સંવેદનશીલ વિસ્તારમાં 80 જવાનોની નાગાલેન્ડની ફોર્સ રોજ સાંજે ફુટ પેટ્રોલીંગ કરી રહી છે.

દરિયાપુરના રૂટ પર 47 જેટલા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.એસઆરપીનો કાફલો પણ વિસ્તારમાં તહેનાત કરાયો છે.રોજ સાંજે બેથી ત્રણ વખત ડ્રોન દ્વારા પૂરા વિસ્તારમાં ચાલી રહેલી હિલચાલની સમીક્ષા પણ કરાઇ રહી છેસૌથી મોટા ગણાતા રથયાત્રાના બંદોબસ્તમાં આસામની એક ટુકડી અને એક નાગાલેન્ડની એક ટુકડી હાલ અમદાવાદમાં તહેનાત કરી દેવા માં આવી છે.

આસામની ટુકડી માં 72 જવાન છે અને નાગલેન્ડ ની ટુકડી માં 80 જવાન છે.જેમાં મહિલા કર્મીઓ નો પણ સમાવેશ થઇ રહ્યો છે .બને ટુકડીનાં કૌશલય એવું છે કે માઈન્ડ થી એકદમ શાર્પ અને ફાયરિંગ માં માસ્ટરી ધરાવે છે.સંવેદનશીલ વિસ્તાર એવા દરિયાપુર, શાહપુર, રખિયાલ, જમાલપુરમાં હાલ આ બંને ટુકડીઓ ફુટ પેટ્રોલીંગ કરી રહી છે.

રથયાત્રામાં કોઇ છમકલાં કે કોમી તોફાનો ન થાય તે માટે થઇને શહેર પોલીસ, ક્રાઇમબ્રાંચ, એટીએસ જેવી સુરક્ષા એજન્સીઓ ખડેપગે રહેવા તૈયાર થઇ ગઇ છે…વાત કરવામાં આવે તો આ વર્ષે શહેરમાં નીકળનારી રથયાત્રાની સાથે રમઝાનનો તહેવાર પણ હોવાથી બહારથી વધુ પોલીસ ફોર્સ મંગાવવામાં આવ્યો છે.બીજીબાજુ ક્રાઇમબ્રાંચ તથા એટીએસે કોઇ છમકલાં ન થાય તે માટે થઇને ગુનાહિત ઇતિહાસ ધરાવતા ભાંગફોડિયા શખ્સો પર બાજ નજર રાખવાનું કાયમ રાખ્યું છે.

પોળમાં આવેલા મકાનના ધાબા પર પણ કોઇ પથ્થર ન હોય તે માટે થઇને પોલીસ ધાબા ચેકિંગ પણ હાથ ધરી રહી છે.સીસીટીવી કેમેરાનું ત્રણ સેન્ટર પર મોનિટરીંગ કરવામાં આવશે.રથયાત્રામાં જમાલપુરથી લઇને તમામ રૂટ પર એક એક ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે.સાંજે સ્થાનિક પોલીસ ડ્રોન સાથે એક્સપર્ટ બોલાવી વિસ્તારની ચકાસણી કરે છે.તેના ફોટો અને વિડીયો કોમ્પ્યુટરમાં સેવ કરી તેના પરથી આગળ કેવી રીતે કામગિરી હાથમાં લેવી તેની ભૌગોલિક પરિસ્થિતી પામીને પોલીસ કર્મચારીઓને તાલીમ અપાતી હોય છે.

139મી રથયાત્રા પણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે પણ એક્શન પ્લાન ઘડવાની સાથે સાથે તેમના વિસ્તારમાં રહેતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોનું લીસ્ટ તૈયાર કરી તેઓને પાસા અથવા તડીપાર કરવાની પણ સાથો સાથ કામગિરી ચાલુ કરી દેવાઇ છે.

રથયાત્રા પોલીસ બંદોબસ્ત

 6 આઇજી, ડીઆઇજી

 2 એસપી

 70 એસીપી

 200 પીઆઇ, 400 પીએસઆઇ

 10 હજારથી વધુ કોન્સ્ટેબલ/હેડકોન્સ્ટેબલ/એએસઆઈ

 43 ફોર્સ કંપની (આરએએફ, નાગાલેન્ડ કંપની, આસામની કંપની, એસઆરપી, આરપીએફ)

 પોલીસના 300 વાહનો

 2 સ્નોર કેલ (કેમેરાવાળા વાહનો)

 5 નેત્ર

 10 ડોગ સ્ક્વોડ

 50 ઘોડેસવાર

 3 બીડીએસ

 કુલ 300 સીસીસીટીવી – 50 નવા

 3 કંટ્રોલરૂમ

કેવા રહેશે ડ્રોન કેમેરા

 400 મીટરની ઉંચાઇ વાળા ડ્રોન કેમેરા

 ચાર ગાંધીનગરથી અને એક એટીએસ તથા ક્રાઇમબ્રાંચનું ડ્રોન રખાશે

 આ ડ્રોન 4 કિલોમીટરની રેન્જ ધરાવે છે

 2 કિલોનું વજન ધરાવતા ડ્રોનમાં 40 મિનીટ સુધી બેટરી ચાલે છે

 આકાશમાં પક્ષી ન અડે તે માટે ખાસ રીતે તૈયાર કરાયા છે

 30થી પણ વધુ મેગાપિક્સલના કેમેરા ફીટ હોય છે

divyesh

Recent Posts

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

9 hours ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

10 hours ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

11 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

12 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

12 hours ago