VIDEO: અરબી સમુદ્રમાં સર્જાયું વેલમાર્ક લો-પ્રેશર, 30,31મેંએ પ્રિ-મોનસૂન થશે સક્રિય

અમદાવાદઃ હવે ટૂંક સમયમાં ગુજરાતમાં ગરમીથી રાહત મળી શકે તેવી સંભાવના સેવાઇ રહી છે. કારણ કે અરબી સમુદ્રમાં વેલમાર્ક લો-પ્રેશર સર્જાયું છે. જેનાં કારણે 30-31 મેંએ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન સક્રીય થઈ શકે છે અને 1લી જૂને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગે આગાહી કરતાં કહ્યું કે હવે ટૂંક સમયમાં ગુજરાતની જનતાને ગરમીમાં રાહત મળશે. મહત્વનું છે કે આ વર્ષે 1લી જૂને કેરળમાં ચોમાસું બેસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જો કે બીજી બાજુ અરબી સમુદ્રમાં વેલમાર્ક લો-પ્રેશર સર્જાયું છે. જેનાં કારણે દક્ષિણ ગુજરાતમાં 1લી જૂને વરસાદ એન્ટ્રી કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં ઉનાળાની ઋતુ શરૂ છે ત્યારે ચારે બાજુ ગરમીનું વાતાવરણ છવાઇ ગયું છે અને ગરમીએ ભારે કહેર વર્તાવ્યો છે. લોકો કાળઝાળ ગરમીમાં આકરી ગરમી અને લૂનો સામનો કરી રહ્યાં છે.

મહત્વનું છે કે થોડાંક દિવસ અગાઉ હવામાન વિભાગે પણ દેશમાં આ વર્ષે ચોમાસું સારૂ રહેશે એટલે કે 97 ટકા વરસાદ થશે તેવી આગાહી પણ વ્યક્ત કરી હતી. જો કે હાલમાં મેકુનુ વાવાઝોડાએ ઓમાનમાં ચારે બાજુ કાળો કહેર વરસાવ્યો છે જેની અસર ગઇ કાલનાં રોજ સાગર કાંઠાનાં વિસ્તાર ગીર સોમનાથ ખાતે પણ જોવા મળી હતી.

એક બાજુ રાજ્યભરમાં ગરમીએ ભારે કહેર વરસાવ્યો છે. ત્યારે હવામાન ખાતાએ તાજેતરમાં જ લોકોને ઠંડક થાય એવાં સમાચાર આપ્યાં છે. કારણ કે, અરબી સમુદ્રમાં વેલમાર્ક લો-પ્રેશર સર્જાયું છે જેને લઇને આગામી 2 દિવસોમાં ગુજરાતમાં ચોમાસું બેસી શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. જે ખેડૂતો માટેનાં સૌથી સારા સમાચાર છે.

Dhruv Brahmbhatt

Recent Posts

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની…

1 day ago

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો…

1 day ago

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી.…

1 day ago

સાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે

અમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી…

1 day ago

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

1 day ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

1 day ago