Categories: Gujarat

અમદાવાદીઅોને મળશે મલ્ટિપર્પઝ સ્માર્ટકાર્ડ!

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓએ શહેરીજનોને મલ્ટિપર્પઝ સ્માર્ટકાર્ડ આપવાની દિશામાં ચક્ર ગતિમાન કર્યા છે. આગામી જૂન સુધીમાં અમદાવાદીઓ કોર્પોરેશનનું ક્રેડિટકાર્ડ જેવી સુવિધાઓ ધરાવતું સ્માર્ટકાર્ડને ખિસ્સામાં વટ કે સાથ રાખીને ફરી શકશે. નાગરિકોને એક જ કોમન સ્માર્ટ કાર્ડ ઉપલબ્ધ કરાવવાથી સમગ્ર દેશમાં શહેરની એક આગવી ઓળખ ઊભી થશે.

અત્યારે બીઆરટીએસ બસ સર્વિસમાં ઉતારુઓ માટે અને વિદ્યાર્થીઓ માટે ‘સ્માર્ટકાર્ડ’ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓને સ્માર્ટ કાર્ડમાં ૪૦ ટકાનું કન્સેશન અપાય છે. આજની સ્થિતિએ બીઆરટીએસ સત્તાવાળાઓએ ૧.૨૦ લાખ સ્માર્ટકાર્ડ ઈસ્યૂ કર્યા છે. જેમાં વિદ્યાર્થીઓ માટેનાં ૩૦ હજાર સ્માર્ટકાર્ડ રોજબરોજની મુસાફરીમાં ઉપયોગમાં લેવાય છે.

પરંતુ હવે સત્તાધીશો સ્માર્ટકાર્ડ બેઝડ કોમન સિટી પેમેન્ટ સિસ્ટમ (સીસીપીએસ)ને અમલમાં મૂકવા જઈ રહ્યા છે. કોર્પોરેશનની મહત્ત્વાકાંક્ષી સીસીપીએસ સિસ્ટમ બીઆરટીએસના સ્માર્ડકાર્ડ કરતાં પણ નાગરિકો માટેની શ્રેષ્ઠતમ સુવિધા બની રહેશે. કેમ કે કોર્પોરેશન સંચાલિત એએમટીએસ અને બીઆરટીએસ આ બંને ટ્રાન્સપોર્ટ સેવાને આ સિસ્ટમ હેઠળ અપાનારા સ્માર્ટકાર્ડ હેઠળ આવરી લેવાશે.

હાલમાં એએમટીએસના દૈનિક સાડા છ લાખ ઉતારુઓ છે તેમજ એએમટીએસનો રોજનો વકરો આશરે રૂ.૨૮ લાખનો છે. એએમટીએસની દરરોજની આશરે ૮૬૫ બસ રોડ પર મુકાય છે. એએમટીએસના ઉતારુઓ માટે સ્માર્ટકાર્ડની સુવિધા ઉપલબ્ધ નથી. પરંતુ કોર્પોરેશનની નવી સીસીપીએસ સિસ્ટમ હેઠળ અપાનારા સ્માર્ટકાર્ડથી એએમટીએસના ઉતારુ પણ રોજનું ત્રણથી ત્રીસ રૂપિયા સુધીનું ભાડું સ્માર્ટકાર્ડના ઉપયોગથી ચૂકવી શકશે.

કોર્પોરેશન દ્વારા નવી સીપીએસ સિસ્ટમ માટે રૂ.૧૩ કરોડનું ટેન્ડર બહાર પડાયું છે. આગામી તા.૧૦ માર્ચ, ૨૦૧૬ ટેન્ડર જમા કરવાની છેલ્લી તારીખ છે. ત્યાર બાદ ટેન્ડર મંજૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈને આગામી જૂન સુધીમાં અમદાવાદીઓ નવા સ્માર્ટકાર્ડની સુવિધા મળતી થઈ જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ સીસીપીએસ સિસ્ટમ માટે રીટેન્ડર કર્યું છે. આના માટે એચડીએફસી બેન્ક, કોટક મહેન્દ્ર બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ બેન્ક, યસ બેન્ક અને એક્સિસ બેન્ક સહિત સાત બેન્કોએ રસ દાખવ્યો છે. ઈ-ગર્વનન્સનો હવાલો સંભાળતા આિસસ્ટન્ટ મ્યુનિ. કમિશનર રમ્ય ભટ્ટ કહે છે ‘કોર્પોરેશનના આ નવા સ્માર્ટ કાર્ડ પ્રી-પેડ પ્રકારના હશે. સ્માર્ટ કાર્ડ પર કોર્પોરેશન અને બેન્કનો લોગો હશે. જે બેન્ક અમને ઓછા ચાર્જમાં પ્રી-પેડ કાર્ડની સુવિધા પૂરી પાડશે. તેની સાથે કોર્પોરેશન કરાર કરશે.’

કોર્પોરેશનના જુદા જુદા ટેક્સ જેવા કે પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, વિહિકલ ટેક્સ તેમજ કોર્પોરેશનની જુદી જુદી જગ્યાની પાર્કિંગ ફી, ટીડીઓ ફી, બિલ્ડિંગ પ્લાન, સ્વિમિંગ પૂલ ફી વગેરે પણ નાગરિકો નવા સ્માર્ટકાર્ડના ઉપયોગથી ભરી શકશે.

આગામી ડિસેમ્બર, ૨૦૧૭માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં અમદાવાદમાં વસ્ત્રાલ ગામથી કાંકરિયા એપટેલ પાર્ક સુધીના પહેલા તબક્કામાં મેટ્રો રેલવે દોડતી થઈ જશે. કોર્પોરેશનના નવા મલ્ટિપર્પઝ સ્માર્ટકાર્ડ હેઠળ મેટ્રો રેલવેને પણ આવરી લેવાશે. એટલે કે મેટ્રો રેલવેના ઉતારુઓ પણ સ્માર્ટ કાર્ડથી ટિકિટ ભાડું ચૂકવી શકશે.

કોર્પોરેશનના સત્તાવાળાઓએ તંત્રની ટ્રાન્સપોર્ટ સેવાઓ, વિભિન્ન ટેક્સ, વિભિન્ન ફીની ચૂકવણી વગેરેને સ્માર્ટકાર્ડ હેઠળ ઉપલબ્ધ કરાવશે પરંતુ શહેરમાં અન્ય કોમર્શિયલ ચીજવસ્તુઓ ખરીદવા માટે પણ સ્માર્ટકાર્ડ કામ લાગશે.

divyesh

Recent Posts

OMG! 111 વર્ષના આ દાદા હજુયે જાય છે રોજ જિમમાં

અમેરિકાના કૅલિફોર્નિયામાં રહેતા હેન્રીદાદાની ઉંમર ૧૧૧ વર્ષ છે અને તેઓ આ ઉંમરે પણ સ્થાનિક જિમમાં જઇને વર્કઆઉટ કરે છે. જે…

50 mins ago

ટીમ India માટે જીત બની ચેતવણીઃ ચેમ્પિયન્સ ટ્રોફીની કહાણીનું પુનરાવર્તન તો નહીં થાય ને?

દુબઈઃ એશિયા કપના સૌથી મોટા મુકાબલામાં ભારતે ગઈ કાલે પાકિસ્તાનને આસાનીથી હરાવી દીધું. એશિયા કપમાં એમ પણ પાકિસ્તાન સામે ટીમ…

56 mins ago

લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા પાણીપૂરીવાળાને માત્ર મામૂલી દંડની સજા

અમદાવાદ: મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા મંગળવારે અચાનક પાણીપૂરીના ધંધાર્થીઓ પર દરોડા પડાયા હતા. આ કામગીરી હેઠળ ૧રપ પાણીપૂરીવાળાના એકમોમાં તપાસ કરીને…

1 hour ago

વધુ બે અમદાવાદી બેન્કના નામે ફોન કરતી ટોળકીની જાળમાં ફસાયા

અમદાવાદ: ક્રે‌ડિટકાર્ડની ‌લિમિટ વધારાવી છે, ક્રે‌ડિટકાર્ડને અપગ્રેડ કરવું છે, કાર્ડ બ્લોક થઇ જશે જેવી અનેક વાતો કરીને ક્રે‌ડિટકાર્ડધારકો પાસેથી ઓટીપી…

1 hour ago

શહેરનાં 2236 મકાન પર કાયમી ‘હેરિટેજ પ્લેટ’ લાગશેઃ ડિઝાઇન તૈયાર

અમદાવાદ: મુંબઇ, દિલ્હી જેવાં દેશનાં આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ શહેરોને પછાડીને અમદાવાદને યુનેસ્કો દ્વારા દેશનું સર્વપ્રથમ વર્લ્ડ હે‌રીટેજ સિટી જાહેર કરાયું છે…

2 hours ago

તમામ પાપમાંથી મુક્તિ આપનારી પરિવર્તિની એકાદશી

એકાદશીનાં વ્રતમાં ઉપવાસ કરવો જરૂરી છે. બને ત્યાં સુધી ઉપવાસમાં ફકત ફળાહાર કરવો જોઈએ. જુદી જુદી ફરાળી વાનગીઓ બનાવીને આહારમાં…

2 hours ago