VIDEO: હાર્દિકનાં ઉપવાસ આંદોલનને કોંગ્રેસનાં પાટીદાર ધારાસભ્યોનું સમર્થન

અમદાવાદઃ કોંગ્રેસનાં પાટીદાર ધારાસભ્યોએ હાર્દિક પટેલનાં ઘરે આજે બેઠક કરી હતી. જેમાં હાર્દિક પટેલનાં ઉપવાસ આંદોલનને સમર્થન આપવાનાં મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ કોંગ્રેસનાં પાટીદાર ધારાસભ્યોએ આંદોલનને લઇને સમર્થન જાહેર કર્યું છે. આ બેઠકમાં આંદોલનની રણનીતિ અને પરવાનગી મુદ્દે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠક બાદ લલિત વસોયાએ સરકાર પર એવો આરોપ પણ લગાવ્યો હતો કે,”સરકાર હાર્દિકનાં આંદોલનથી ડરે છે. હાર્દિક સમાજ માટે આંદોલન ચલાવી રહ્યો છે, જેથી તેનાં ખેડૂતોનાં દેવા માફી અને અનામતની માંગને અમે સમર્થન આપીએ છીએ.”

ઉલ્લેખનીય છે કે હાર્દિક આગામી 25 ઓગષ્ટનાં રોજ આમરણાંત ઉપવાસ પર ઉતરવા જઇ રહેલ છે. જેમાં હાર્દિક ઉપવાસ આંદોલન પર ઉતરવાનો છે. જેમાં ખેડૂતોનાં દેવા માફી તેમજ પાટીદાર અનામતની માંગનાં મુદ્દા પર વિશેષ ચર્ચા કરવામાં આવશે.

જેથી આ મુદ્દે હાર્દિકનાં ઘરે યોગ્ય બેઠક યોજવામાં આવી હતી. જેને લઇને કોંગ્રેસનાં પાટીદાર ધારાસભ્યોએ આ આંદોલનને લઇ સમર્થન આપવાની વિશેષ જાહેરાત કરી છે તેમજ આ બેઠક બાદ લલિત વસોયાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં.

You might also like