VIDEO: અમદાવાદમાં શાહીબાગ ખાતે પાટીદારોએ હાર્દિક પટેલનો કર્યો વિરોધ

અમદાવાદઃ PAASનાં કન્વીનર હાર્દિક પટેલ દ્વારા છેલ્લા ઘણાં સમયથી અનામત મુદ્દે આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રવિવારે અમદાવાદનાં શાહિબાગ ખાતે વિરોધ કરવામાં આવ્યો. શાહિબાગ ખાતે પાટીદારોએ ભેગા થઈને હાર્દિક પટેલની નનામી કાઢીને વિરોધ કર્યો છે. મહત્વનું એ છે કે હાર્દિક પટેલ કોંગ્રેસનાં ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યો હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે સમાજનાં નામે કોંગ્રેસને ટેકો આપવાનાં મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે.

અમદાવાદનાં શાહીબાગ ખાતે હાર્દિક પટેલનો પાટીદાર સમાજ દ્વ્રારા સખત વિરોધ કરાયો હતો જેમાં હાર્દિકની નનામી કાઢવા જતા પોલીસે તેમને અટકાવી દીધા હતાં. જેથી માત્ર હાર્દિક સામે સૂત્રોચ્ચાર કરી તેઓએ વિરોધ નોંધાવ્યો હતો. હાર્દિકે સમાજ સાથે ગદ્દારી કરી તેવાં સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. મહત્વનું છે કે હાર્દિકે કોંગ્રેસને ટેકો આપતા પાટીદાર સમાજમાં નારાજગી જોવા મળી છે. જેથી અગાઉ પણ હાર્દિકનો સમાજે વિરોધ કરી પૂતળું દહન કર્યું હતું.

You might also like