VIDEO: અમદાવાદની શાંતિ એશિયાટીક સ્કૂલની ફી મુદ્દે NSUIનો ઉગ્ર વિરોધ

અમદાવાદઃ શહેરનાં બોપલ વિસ્તારમાં આવેલી એશિયાટીક સ્કૂલમાં ફી મામલે હવે NSUI પણ મેદાનમાં ઉતર્યું છે. NSUIએ સ્કૂલ સંચાલકની ઓફિસમાં ભારે હોબાળો મચાવ્યો છે. શિવરંજની પાસે આવેલી ઓફિસમાં કાર્યકરોએ નકલી નોટો ઉડાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

NSUIએ ઓફિસની બહાર લાગેલાં પોસ્ટરો પણ તોડી પાડ્યાં હતાં. મહત્વનું છે કે એશિયાટિક સ્કૂલનાં સંચાલકોની ઓફિસ શિવરંજનીમાં આવેલી છે. 10થી 15 દિવસ પહેલાં NSUનાં સભ્યોએ સ્કૂલ ખાતે વિરોધ કર્યો હતો. જો કે તેવાં સમયે સ્કૂલનાં એક પણ ટ્રસ્ટીઓ ત્યાં હાજર ન હોતા જોવાં મળ્યાં.

જેને લઇને શિવરંજની ખાતે આવેલ ઓફિસ પર NSUIનાં સભ્યોએ વિરોધ કર્યો હતો. તે ઓફિસમાં જઇને ટ્રસ્ટીઓની જે ખુરશી છે તેની ઉપર નકલી નોટોનો ઢગલો કરીને તે નકલી નોટોને ઉછાળીને તેઓએ વિરોધ કર્યો હતો.

આ વિરોધમાં એવાં લખાણો જોવાં મળે છે કે જો તમારે પૈસા જોઇતા હોય તો અમે તમને ખોટી નોટો આપીએ છીએ પરંતુ વિદ્યાર્થીઓને લુંટવાનું બંધ કરી દો. તેમજ જે ફી FRCએ નક્કી કરી છે તે ધારાધોરણ મુજબ ફી લેવાનું રાખો.

Dhruv Brahmbhatt

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

14 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

14 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

14 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

14 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

14 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

15 hours ago