VIDEO: અમદાવાદમાં સેટેલાઈટનાં પ્રેરણાતીર્થ પાસે હિટ એન્ડ રન, એકનું મોત

અમદાવાદઃ શહેરમાં હિટ એન્ડ રનની ઘટના ચિંતાજનક હદે વધી રહી છે. ત્યારે શહેરનાં સેટેલાઈટ વિસ્તારમાં આવેલા પ્રેરણાતીર્થ દેરાસર પાસે પણ હીટ એન્ડ રનની ઘટના બની હતી.

પ્રેરણાતીર્થ દેરાસર પાસે રોડ ક્રોસ કરી રહેલા સુરેશ ઠાકોર નામની વ્યકિતને પૂરઝડપે આવતી કારે અડફેટે લેતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ત્યાર બાદ સારવાર અર્થે તેઓને ખસેડવામાં આવતાં તેઓનું મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અકસ્માત સર્જાયો તે સ્થળે રોડ પર અગાઉ સ્પીડબ્રેકર હતાં અને અકસ્માતની ઘટનામાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ રોડનું રિસરફેસનું કામ થતાં જ આ સ્પીડ બ્રેકર હટાવી લેવામાં આવ્યાં હતાં.

જેનાં કારણે વાહન ચાલકો ભયજનક ગતિએ વાહન હંકારી રહ્યાં છે. આ ઘટના પણ સ્પીડબ્રેકરનાં અભાવે ઘટી હોવાનું સામે આવ્યું છે. આ અંગે તંત્રનું વારંવાર ધ્યાન દોરવામાં આવ્યું હતું છતાં પણ કોઈ જ પગલાં ભરવામાં નથી આવ્યાં.

You might also like