VIDEO: અમદાવાદનાં વસ્ત્રાપુરમાં રૂ.98 લાખની લૂંટ મામલો, આરોપીઓને પકડવામાં પોલીસ નિષ્ફળ

અમદાવાદઃ શહેરનાં રાજપથ ક્લબ પાસે કેશવાનમાંથી રૂ.98 લાખની લૂંટ મામલે પોલીસ હજુ પણ આરોપીઓ સુધી પહોંચી શકી નથી. જો કે 4 દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી હજી દૂર છે. જેથી પોલીસ આ 3 આરોપીઓને ઝડપવા માટે ઈનામ જાહેર કરી શકે છે.

આરોપી સુધીર બઘેલ, મુકેશ યાદવ અને પુનિત યાદવે આ ત્રણેય આરોપીઓને પકડવા માટે તપાસ હવે તેજ કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી સુધિર બધેલ ઓક્ટોમ્બર મહિનાથી કામ કરતો હતો. આરોપી મુકેશ યાદવ ONGCમાં કાર ચલાવતો હતો. જ્યારે પુનિત યાદવ મેક્સ કંપનીનાં અધિકારીઓની કાર ચલાવતો હતો.

લૂંટનાં દિવસે સુધિરે 4.30 કલાકે નહેરૂનગરથી ફોન બંધ કરી નાખ્યો હતો. મુકેશ-પુનિત બાઈક પર વાનનો પીછો કરતાં હતાં. રાજપથ ક્લબ અને આસપાસનાં CCTVમાં તે બંને બાઈકો કેદ થઇ ગયા હતાં. જો કે બાદમાં બાઈકનાં નંબરો પરથી મેક્સ કંપનીમાંથી તે બંનેની ઓળખ કરવામાં આવી હતી. હાલમાં પોલીસ ખાત્રજનાં વિપીન યાદવની પૂછપરછ કરી રહી છે.

You might also like