Video: શહિદની અંતિમયાત્રામાં હજારો લોકો ઉમટ્યા, પરિવારજનો પોક મૂકી રડ્યા, સગાઈની હતી તૈયારીઓ

જે ઘડી ખુશીની હતી., આનંદના અવસરની તૈયારીઓ થતી હતી, તે સમયે જ પ્રદિપસિંહની શહિદીના સમાચાર આવ્યા. તમને પણ જાણીને જરૂર આઘાત લાગશે, કારણ કે પ્રદિપસિંહના માતા પિતા રાજસ્થાન જવા નીકળ્યા હતા. સગાઇની વાત લઇને પ્રદિપસિંહના પિતા રાજસ્થાન એક દિકરીના ઘરે પહોંચ્યા હતા. અને ત્યાં જ તેમને ફોનથી જાણ થઇ કે તેમનો પુત્ર શહીદ થયો છે. આ સમાચાર સાંભળીને પ્રદિપસિંહના માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઇ.,અને તે અમદાવાદ આવવા પરત થયા. (નીચે આ સમાચારનો વીડિયો જુઓ…)

  • પ્રદિપસિંહ 2013માં આર્મીમાં જોડાયા હતા
    પ્રથમ પોસ્ટિંગ પંજાબમાં થયું હતું
    40 દિવસ પહેલા જમ્મૂ કશ્મીરમાં પોસ્ટિંગ થયું
    RR-502 બટાલિયનમાં હતા પ્રદિપસિંહ
    પુલવામાના સાંબુરામાં થયેલી અથડામણમાં પ્રદીપસિંહ શહિદ
    પ્રદિપસિંહ નવરાત્રિમાં આવ્યા હતા અમદાવાદ
    પ્રદિપસિંહના નાના ભાઇ પણ છે આર્મીમાં
    કુલદિપસિંહ બે મહિના પહેલા આર્મીમાં જોડાયા
    આજે સવારે 10.00 વાગ્યે ઘરેથી નિકળશે તેમની અંતિમ યાત્રા
    માત્ર 22 વર્ષના હતા પ્રદીપસિંહ કુશવાહ

જમ્મુ-કાશ્મીરના પુલવામાના સાંબૂરામાં આતંકીઓ અને આર્મી તથા પોલીસ વચ્ચે ફાયરિંગ થયું હતું. સાંબૂરા ગામમાં થયેલા હુમલામાં અમદાવાદી જવાન શહીદ થયો હતો. પ્રદીપસિંહની આજે સગાઈ નક્કી કરવાની હતી. ત્યારે તેની શહીદીના સમાચાર મળતાં પરિવારજનો પર દુઃખનો ડુંગર પડી ભાંગ્યો હતો. શહીદના પાર્થિવ દેહને અમદાવાદ ખાતે સૈન્ય સન્માન સાથે લાવવામાં આવ્યો છે, આજે સવારે પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો અને 10 વાગ્યે તેની અંતિમયાત્રા નીકળશે.

પ્રદીપસિંહ માતાપિતા ગઈકાલે રાજસ્થાન જવા નીકળ્યા હતા. દીકરાની સગાઈ ત્યાં કરવા માટે ખુશીથી પહોંચ્યા હતા. પરંતુ જેવા છોકરીના ઘરે પહોંચ્યા કે ત્યાં ફોન આવ્યો કે દીકરો શહીદ થયો છે. ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કઠ્ઠણકાળજું કરીને માતા-પિતા અમદાવાદ આવવા રવાના થયા હતા. આતંકીઓએ કરેલા હુમલામાં સાંબૂરા ગામમાં પ્રદીપસિંહ કુશવાહ શહીદ થયા હતા. તેમનો પરિવાર મેઘાણીનગરના ભાર્ગવ રોડ સ્થિત મકાનમાં રહે છે. જવાનની શહીદીને પગલે સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. અહીં નેતાઓથી લઈને સામાન્ય લોકો ઉમટી પડ્યા હતા.

You might also like