VIDEO: ગુજરાત હાઇકોર્ટે બિસ્માર રસ્તાઓ મામલે AMCનો ઉધડો લીધો

અમદાવાદઃ બિસ્માર રસ્તાઓ મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારને એક હુકમ ફરમાવવામાં આવ્યો છે કે જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદનાં તમામ મોટા રસ્તાઓ અને તેને સાંકળતા રસ્તાઓ અંગે અહેવાલ રજૂ કરે. તેમજ કહ્યું કે પ્રથમ દ્રષ્ટિએ AMC ગંભીર નથી લાગતું.

આ સાથે જ અમદાવાદનાં સૌથી ખરાબ રસ્તાઓ અને ઓછા તૂટેલા રસ્તાઓ અને થોડા ટુટેલા રસ્તાઓ અંગે ક્લાસિફિકેશન કરી AMC પોતાનો અહેવાલ હાઇકોર્ટમાં રજુ કરે. આ સાથે જ કયા રસ્તા પર રિસરફેસિંગ અને કયા રસ્તા પર પેચવર્ક જરૂરી છે તે પણ જણાવવા અંગેનો હાઈકોર્ટે મેટ્રો રેલ ઓથોરિટીને હુકમ કર્યો છે.

તેમજ મેટ્રોરેલની આસપાસનાં તમામ રસ્તાઓ 15 દિવસમાં તંત્ર મોટરેબલ કરે. જો કે વર્ષોથી પડી રહેલ ડ્રાફ્ટ પ્લાનિંગ સ્કીમ ક્યાં સુધીમાં ફાઇનલાઇઝ થશે. તે અંગે રાજ્ય સરકાર પોતાનો જવાબ કોર્ટમાં રજૂ કરે અને ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસરને આગામી 30 જાન્યુઆરીએ સુનાવણી દરમિયાન હાજર રહેવા પણ આદેશ કરવામાં આવ્યો હતો.

You might also like