Categories: Gujarat

હેરિટેજ સિટીઃ ૧૫ વર્ષમાં સાંસ્કૃતિક ધરોહર સમાન ૧૦ હજાર મકાન ગાયબ

અમદાવાદ: આપણા અમદાવાદને દેશનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી બનવાનું ગૌરવ યુનેસ્કોએ આપતાં અમદાવાદીઓ હરખાયા છે. મ્યુ‌નિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા ખાતે ભારે આતશબાજી સાથે વર્લ્ડ હે‌િરટેજ સિટી બન્યાની ઉજવણી કરાઇ હતી. કાંકરિયા તળાવમાં શાસકોએ ગરબા રમીને આનંદ વ્યક્ત કર્યો હતો. શહેરને વર્લ્ડ હે‌િરટેજ સિટીનો દરજ્જો અપાવવામાં મહત્ત્વનું સ્થાન ભજવનાર પોળ સંસ્કૃતિ પણ સન્મા‌િનત થઇ હોઇ પોળમાં પણ લોકોએ મીઠાઇ વહેંચીને પોતાની ખુશાલી દર્શાવી હતી. શહેર હે‌િરટેજ સિટી બન્યું. પરંતુ પોળની સંસ્કૃતિ ગેરકાયદે બાંધકામોના કારણે જોખમમાં મુકાઇ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ પોળના પુરાતન શૈલીના મકાનને બચાવવા નક્કર પગલાં લેવાં પડશે. નહીતર પોળની સંસ્કૃતિ તો ભૂંસાતી જ જશે, પરંતુ અમદાવાદનું હે‌િરટેજ સિટીનું સ્થાન પણ ‘કામચલાઉ’ હોઇ જોખમમાં મુકાશે. છેલ્લા ૧૫ વર્ષમાં શહેરની પોળોના ૧૦ હજાર જેટલા હેરિટેજ મકાનો તૂટીને કોમર્શિયલ ઇમારતોમાં ફેરવાઈ ગયા છે.

શહેરને હે‌િરટેજ સિટીનું માન અપાવવાની ક્વાયત વર્ષ ર૦૦૮માં આરંભાઇ હતી તે વખતે મ્યુનિ. રાજ્ય સરકાર દ્વારા હે‌િરટેજ એડ્વાઇઝરી કમિટીનું ગઠન કરાયું હતું. પૂર્વ મ્યુનિસિપલ કમિશનર પી.કે. ઘોષની અધ્યક્ષતાવાળી આ કમિટીમાં ભારતીય પુરાતત્ત્વ વિભાગના રાજ્ય એકમના વડા તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હે‌િરટેજનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનર સહિત કુલ બાર સભ્ય છે. ત્યારબાદ યુનેસ્કોમાં દેશનું પ્રથમ વર્લ્ડ હે‌િરટેજ સિટીનું ગૌરવ પ્રાપ્ત કરવાના પ્રયાસ તેજ કરાયા હતા અને ગત તા.૧૮ એપ્રિલ, ર૦૧૦એ શહેરનું નામાંકન યુનેસ્કોમાં રજૂ કરાયું હતું.ત્યારબાદ ફેબ્રુઆરી, ર૦૧૬એ યુનેસ્કોએ અમદાવાદના નામાંકનને મંજૂર કરીને ગત તા.ર૮ સપ્ટે. ર૦૧૬એ યુનેસ્કોની ચાર સભ્યોની ટીમે શહેરની મુલાકાત લીધી હતી.

યુનેસ્કોમાં હેરિટેજ સિટીનો દરજ્જો મેળવવા તંત્રએ સેપ્ટ પાસે રૂ.૧.પ૦ કરોડના ખર્ચે ડોઝિયર પણ તૈયાર કરાવ્યું છે. સેપ્ટના ડોઝિયરના આધારે વર્લ્ડ હેરિટેજ સિટીના હિલચાલમાં વેગ આવ્યો હતો.

જોકે યુનેસ્કોએ અમદાવાદના દાવાને પ્રારંભિક તબક્કે જ સ્વીકાર્યો છે. હજુ આ ગૌરવને કાયમરૂપે મેળવવા તંત્રએ ખાસ જહેમત કરવી પડશે. શહેરનાં હેરિટેજ મૂલ્યોનું ફક્ત જતન જ નહીં પરંતુ તેનું સંવર્ધન પણ કરવું પડશે. દિલ્હીને બદલે અમદાવાદની પસંદગી કરવા પાછળનું મુખ્ય કારણ અમદાવાદની પોળ સંસ્કૃતિ છે. ખુદ યુનેસ્કોએ પણ અમદાવાદની પોળ સંસ્કૃતિનાં મોં ફાટ વખાણ કર્યાં છે. પોળોના પથ્થર અને કાષ્ઠનાં અપ્રતીમ કલા કૌશલ્યથી નિર્માણ પામેલાં ઐતિહાસિક મકાનોને યુનેસ્કોેએ હિંદુ અને મુસ્લિમ સ્થાપત્યના સમન્વય સમાન ગણાવી તેને બિરદાવી છે. પરંતુુ ખાટલે મોટી ખોડ એ છે કે યુનેસ્કોએ બિરદાવેલા પોળોના ઐતિહાસિક મકાનો લેભાગુ બિલ્ડર માફિયાના કારણે ઝડપભેર ભુંસાઇ રહ્યા છે. હજુ પંદર વર્ષ પહેલાં કોટ વિસ્તારમાં કુલ ૧ર હજાર હેરિટેજ મકાન હતાં આજે ર૩૦૦ મકાન પણ બચ્યાં નથી. આ બાબત ખરેખર આઘાતજનક છે.

સેપ્ટ દ્વારા ર૦૧૧થી ર૦૧૬ દરમ્યાન શહેરના હેરિટેજ મકાનોનાં કરાયેલા સર્વે મુજબ અમદાવાદના કોટ વિસ્તારમાં ફક્ત રર૩૬ ઐતિહાસિક મકાન છે. જે પૈકી એક પણ પ્રથમ શ્રેણીનું એટલે કે બેનમુન કલા કારીગરીનું શેષ બચ્યું નથી ! કોટ વિસ્તારની પોળ સંસ્કૃતિ ઝડપભેર ભુંસાતી ગઇ તેનાં મુખ્ય કારણ પૈકી ખુદ ભાજપ અને કોંગ્રેસના કેટલાક પ્રજાના પ્રતિનિધિઓ એટલે કે ધારાસભ્યો અને કોર્પોરેટરોની જે તે વિસ્તારના બિલ્ડર માફિયા સાથેની મિલી ભગત છે. આવા કહેવાતા પ્રજાના પ્રતિનિધિઓ જ પોળની સંસ્કૃતિને ભૂંસી રહ્યા હોઇ બિલ્ડર માફિયાઓના ગેરકાયદે બાંધકામોને છડેચોક પ્રોત્સાહન આપી રહ્યા છે. અમુક પ્રજાના પ્રતિનિધિઓ તો કોટ વિસ્તારના કોમર્શિયાલાઇઝેશનમાં સીધે સીધા સંડોવાયા છે. આ લેભાગુ ધારાસભ્યો કે કોર્પોરેટરોની બિલ્ડર માફિયાઓની સ્કીમમાં રીતસરની ભાગીદારીની સાથે સાથે પોતાની માર્કેટ કે હોટલ ધમધમે છે.

પોળોનાં ઐતિહાસિક મકાન ઝડપભેર તૂટી રહ્યાં હોઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ ટેકસ વિભાગ અને ભ્રષ્ટ ટીડીઓ વિભાગ સાથેના મેળાપીપણાથી જે તે ગેરકાયદે કોમર્શિયલ બિલ્ડિંગને પ્રોપર્ટી ટેકસ બિલ અને બીયુ પરમિશન મળી જવાથી પાણી, ગટર અને લાઇટનાં કનેકશન પણ સહેલાઇથી મળી જાય છે. અનેક પોળનાં મકાનમાં આજે ઇલેક્ટ્રિક સાધનો, મોબાઇલ ફોન સહિતનાં ઇલેકટ્રોનિક સાધનો અને ચાઇનીઝ રમકડાંનાં ગોડાઉન બની ગયાં છે. પોળોમાં કોમર્શિયલાઇઝેશન બેરોકટોક વધતું જતું હોઇ હજારોની સંખ્યામાં પોળોમાંથી અમદાવાદીઓએ નદી પારના વિસ્તારમાં હિજરત કરી છે. આ તો ભયસ્થાનની હિમશિલાની ફકત ‘ટોચ’ જ છે. આ ઉપરાંત પણ અનેક ભયસ્થાન છે. જેની જો મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપેક્ષા કરશે તો નવ મહિના બાદ અમદાવાદને મળેલું દેશનું પ્રથમ હેરિટેજ સિટીનું ટેગ યુનેસ્કો છીનવી લેશે. આ ટેગ કાયમ રહે તે માટે યુનેસ્કોનાં ધારાધોરણને કોઇપણ ભોગે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ સાચવવાં પડશે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલને પૂછતાં તેઓ કહે છે શહેરને યુનેસ્કોએ દેશનું હેરિટેજ સિટી જાહેર કર્યું હોઇ તેનું સ્થાન જોખમાય નહીં તે માટે ઐતિહાસિક મકાનોની જાળવણીના અમદાવાદ કોર્પોરેશન પૂરતા પ્રયાસો કરશે.
સેપ્ટ દ્વારા ઐતિહાસિક મકાનો અને સ્થાપત્યના સર્વે બાદ કોટ વિસ્તારના જે રર૩૬ ઐતિહાસિક મકાનો અને ૪૪૯ ઐતિહાસિક સ્થાપત્યની શ્રેણી-૧થી શ્રેણી-૩ સુધીની યાદી બનાવાઇ તે પહેલાં હેરિટેજ એડ્વાઇઝરી કમિટી સમક્ષ મંજૂરી માટે મુકાઇ હતી. જેને બાદમાં સ્ટેન્ડિંગ કમિટી, મ્યુનિસિપલ બોર્ડમાં લીલી ઝંડી અપાયા બાદ રાજ્ય સરકારને મોકલાવાઇ હતી. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા જૂન ર૦૧૬માં ગેઝેટ પ્રસિદ્ધ કરીને આ યાદીને માન્યતા અપાઇ હતી.

કોટ વિસ્તારનાં હે‌રિટેજ મકાન
વોર્ડ શ્રેણી શ્રેણી શ્રેણી
એક-અ એક-બ ત્રણ
શાહપુર ર૩ ૪૭ ૧ર૭
દરિયાપુર ૧૩ ૪૮ ૧૮૬
કાલુપુર ર૯ ૧૭૩ ૪૧૬
ખાડિયા રર ૧૮૮ પ૯૯
જમાલપુર ૭૬ ર૩ર
રાયખડ ૧પ ૩૪
કુલ ૯પ પ૪૭ ૧પ૯૪

 

કોટ વિસ્તારનાં હે‌રિટેજ સ્થાપત્ય
વોર્ડ શ્રેણી શ્રેણી શ્રેણી શ્રેણી
એક બે-અ બે-બ ત્રણ
શાહપુર ૧૬ ર૧ ૧૦
દરિયાપુર ૧ર ૧૪ ૧૧
કાલુપુર પ૦ પ૭ ર૩
ખાડિયા ૩ર ૩૩ રર
જમાલપુર ૧૧ ર૬ ૧૧
રાયખડ ૧૮ ર૪ ૧પ ૧૧
કુલ પર ૧૬૦ ૧પ૧ ૮૬

divyesh

Recent Posts

આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર

વાત ભલે શહેરમાં તેમના લંચની હોય કે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટની. આપણા બોલિવૂડ સ્ટાર્સ ક્યારેય ખૂલીને વાત કરતા નથી.…

5 hours ago

નવા બાપુનગરમાં ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશઃ ત્રણ ઝડપાયા

અમદાવાદ: શહેરના નવા બાપુનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ગેરકાયદે ચાલી રહેલ ડબ્બા ટ્રે‌િડંગનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ લોકોની ધરપકડ…

5 hours ago

ધો.12ની પરીક્ષાનાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, 21મીથી લેટ ફી ભરવી પડશે

અમદાવાદ: આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધો.૧ર કોમર્સ, સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે હાલ વિદ્યાર્થીઓનાં આવેદનપત્રો ભરવાની કામગીરી ચાલી રહી…

5 hours ago

સાબરમતીના કિનારે બુદ્ધની 80 ફૂટની પ્રતિમાનું નિર્માણ કરશે

ગાંધીનગર:  દેશના સૌથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાજ્યમાં નિર્માણ થયા બાદ હવે અમદાવાદ શહેરની નજીક સાબરમતી નદીના કિનારે વિરાટ ૮૦ ફૂટની…

5 hours ago

ગાંધીનગર જતાં હવે હેલ્મેટ પહેરજો આજથી ઈ-મેમો આપવાનું શરૂ

અમદાવાદ: અમદાવાદથી ગાંધીનગર જતા હજારો નાગરિકોએ હવે આજથી ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. ગાંધીનગરની હદમાં પ્રવેશતાં જ વાહનચાલક સીસીટીવી…

5 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના લાભાર્થીના ઘૂંટણ- થાપાના રિપ્લેશમેન્ટની સહાયમાં ઘટાડો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો, કોર્પોરેટરો અને તેમના આશ્રિતોની સારવાર દરમ્યાન અપાતી ઘૂંટણ અને થાપાની ઇમ્પ્લાન્ટ…

5 hours ago