VIDEO: હોસ્પિટલમાં હાલાકી, સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં આરોગ્ય સાથે ચેડાં

અમદાવાદઃ એક તરફ રાજય સરકાર સોલા સિવિલ હોસ્પિટલમાં અત્ય આધુનિક સગવડોની મોટી-મોટી વાતો કરી રહી છે ત્યારે Vtvની ટીમે સોલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે તંત્રની પોલ સામે આવી ગઇ હતી.

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ એટલે કે જયાં ગુજરાતભરનાં લોકો આ હોસ્પિટલમાં બિમારીનો ઈલાજ કરાવતા હોય છે. ત્યારે આ હોસ્પિટલની Vtvની ટીમે મુલાકાત લેતા લેબ ટેસ્ટ વિભાગની પોલ સામે આવી હતી. જ્યાં હજુ તાજેતરમાં જ નવીનીકરણનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો.

ત્યાં જ તંત્રએ ઘોર બેદરકારી દાખવતા હજારો દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. આજનાં આ આધુનિક યુગમાં લેબ ટેસ્ટ માટે આવતા દર્દીઓને હસ્તલિખિત રિપોર્ટ આપવામાં આવે છે. એક તરફ સરકાર વિકાસની વાતો કરી રહી છે ને ત્યારે બીજી બાજુ સરકારી હોસ્પિટલમાં આધુનિક સાધનોની ગેરહાજરી વર્તાઈ રહી છે.

સામાન્ય રીતે અન્ય હોસ્પિટલોની લેબોરેટરીમાં થતા રિપોર્ટ લેબ ઈન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા ઓટોમેટેક પ્રિન્ટેડ રિપોર્ટ થતાં હોય છે. પણ અહીં એવી કોઈ જ સિસ્ટમ ન હોવાંથી આજે પણ દર્દીઓએ હસ્તલીખીત રિપોર્ટ દ્વારા જ ચલાવવું પડે છે.

એક નાનકડી ભૂલ માણસને કાયમી માટે મૃત્યુ આપી શકે છે તેવું મેડીકલ લાઈનમાં માનવામાં આવે છે. પરંતુ સોલા સિવિલમાં તો ભુલોનો ભંડાર છે છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી અને અધિકારીઓ દ્વારા કાયદેસર કોઇ જ પગલા લેવામાં આવતાં નથી.

આ માત્ર બાયોકેમેસ્ટ્રી વિભાગમાં થતાં રિપોર્ટ છે. જેમાં પેથોલોજી અને માઈક્રોબાયોલોજી જેવા વિભાગમાં થતા રિપોર્ટ જોડીએ ત્યારે આ આંકડો અનેક ઘણો મોટો થઈ જાય છે. ત્યારે સવાલ સૌથી મોટો એ છે કે શું સરકાર પૈસા ખર્ચવા નથી માંગતી કે હોસ્પિટલ નવી સિસ્ટમ સાથે તાલમેલ મીલાવતી નથી?

સોલા સિવિલમાં તંત્રની ગંભીર બેદરકારીને લઇને અનેક સવાલો ઊભા થાય છે. આ મામલે હવે સોલા સિવિલને આધુનિક ગણાવી કે પછાત ગણાવી. બિલ્ડીંગનું નવીનીકરણ થયું હજુ એક વર્ષ પણ નથી થયું તો ટેક્નોલોજીનો આવો કેમ અભાવ જોવાં મળી રહ્યો છે.

લેબ ટેસ્ટમાં રિપોર્ટ નિકાળવા વધારાનાં માણસો પણ નથી કે મશીન પણ નથી. તો કયાં સુધી રોજનાં હજારો રિપોર્ટ આ રીતે હાથથી જ લખાશે કે શું. શું હોસ્પિટલ પાસે LIL સિસ્ટમ વિકસાવાનાં પૈસા નથી. આ રિપોર્ટ પર કેમ આજ દિન સુધી કોઈનું ધ્યાન નથી ગયું.

મહત્વનું છે કે રિપોર્ટ હાથથી લખવામાં દર્દીનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. હોસ્પિટલ દ્વારા સરકારને નવી સિસ્ટમ માટે કેમ રજૂઆત કરવામાં આવી નથી. તંત્રની આવી પોલ ક્યાં સુધી ચાલશે એ પણ હવે જોવાનું રહ્યું.

You might also like