VIDEO: ઉનાળામાં પણ સર્જાઇ ચોમાસા જેવી સ્થિતિ, પાઇપલાઇનમાં ભંગાણ થતાં ફરી વળ્યાં પાણી

અમદાવાદઃ શહેરનાં નવરંગપુરા સ્ટેડિયમનાં પાછળનાં ભાગમાં આવેલી પાણીની પાઈપ-લાઈનમાં એકાએક ભંગાણ થયું હોવાંની ઘટના સામે આવી છે. મેટ્રોનું કામ થતાં વચ્ચે એકાએક પાઈપ લાઈનમાં ભંગાણ થતાં આ ઘટના સર્જાઇ હતી.

પાઈપ લાઈનમાં ભંગાણ થતાં આસપાસનાં વિસ્તારોમાં ચારે બાજુ પાણી ફરી વળ્યાં હતાં. આ વિસ્તારમાં પાઈપ લાઈનમાં ભંગાણ થયાને 4 કલાક વીતી ગયાં છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યાં નથી. જેનાં કારણે સ્થાનિકો ઘણાં પરેશાન થયાં છે અને હવે સ્થાનિકો દ્વારા પાણીનો નિકાલ કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

મહત્વનું છે કે પાઈપ-લાઈન ભંગાણ થતાં ચારેબાજુ આસપાસનાં વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં. જેથી સ્થાનિક લોકો સાથે વાતચીત દરમ્યાન એમ જાણવા મળ્યું કે સવારે 7 વાગ્યાની આસપાસ આ ભંગાણ સર્જાયું હતું પરંતુ 4 કલાક વિતી ગયા હોવા છતાં પણ તંત્રનાં કોઈ જ કર્મચારીઓ ઘટનાસ્થળ પર ફરક્યાં નથી.

સ્ટેડિયમ પાસેનાં ઝુંપડામાં એકાએક જ પાણી ફરી વળ્યાં હોવાંથી ત્યાંનાં સ્થાનિક લોકોએ સ્વયં પોતે જ પાણીનો નિકાલ કરવા માટે તેઓ મજબૂર બન્યાં છે. ચોમાસાને હવે મહિના જેટલો જ સમય બાકી રહી ગયો છે ત્યારે ભર ઉનાળે પાણી ભરાવવાની આવી સમસ્યાથી ચોમાસાની કલ્પના કરવી તો ઘણી અઘરી છે.

You might also like