VIDEO: અમદાવાદનાં બગોદરા નજીકથી ઝડપાયો રૂ.35 લાખનો વિદેશી દારૂ

અમદાવાદઃ શહેરનાં બગોદરા નજીકથી 35 લાખનો વિદેશી દારૂ ઝડપાઈ આવ્યો છે. મળતી માહિ તી પ્રમાણે, ભારત ગેસનાં ટેન્કરમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો છે. આ ટેન્કરને બગોદરા નજીક એક હોટલમાં છેલ્લાં બે દિવસથી પાર્ક કરાયું હતું. રાજસ્થાનનાં આ ટેન્કર અંગે આર.આર.સેલને ખાસ બાતમી મળી આવી હતી.

જેનાં આધારે આર.આર.સેલે તપાસ હાથ ધરતાં ભારે જંગી માત્રામાં વિદેશી દારૂ ટેન્કરમાંથી મળી આવ્યો છે. જો કે ગુજરાતમાં આ પ્રકારે દારૂ ઘુસાડવાની આ નવી રીત છે અને એક કરતાં વધુ દારૂ ભરેલાં ટેન્કર ગુજરાતમાં ઘુસાડાયાં હોવાની પોલીસને આશંકા છે. જેનાં પગલે પોલીસે આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઇ છે. આ સાથે જ દારૂનાં જથ્થા સાથે ઝડપાયેલાં બંને શખ્સોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દારૂબંધીને લઇ સરકાર અવારનવાર દાવાઓ કરી રહી છે કે રાજ્યમાં ક્યાંય પણ દારૂની હેરાફેરી કે ગુનાખોરી પ્રવૃત્તિઓ કરવામાં આવતી નથી તો પછી દારૂનો જથ્થો કેવી રીતે ઝડપાય છે તે પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે.

મહત્વનું છે કે શહેરનાં જ બગોદરા વિસ્તારમાં આર. આર. સેલે મળેલી બાતમીને લઇને વોચ ગોઠવી રાખ્યો હતો. જેથી તેઓએ આજે એકાએક બગોદરા નજીકથી 35 લાખનો વિદેશી દારૂ ભરેલું એક ટેન્કર ઝડપી પાડ્યું હતું કે જે ટેન્કર ગેસથી ભરેલું હતું. તેમજ નજીકની એક હોટેલમાં છેલ્લાં બે દિવસથી પાર્ક કરાયેલ હતું.

You might also like