Ahmedabad: ખોખરા બ્રિજ પાસે આવેલી ફેકટરીમાં આગ, ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી ટી ફેકટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ખોખરા બ્રિજ પાસે  આવેલી દોરા બનાવતી ફેકટરીમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે હજુ સુધી આગ લાગવાથી કોઇ જાનહાનિ થઇ હોય તે અંગેનો કોઇ અહેવાલ પ્રાપ્ત થયા નથી. આગ લાગવાના કારણે ફેકટરીમાં ભારે નુકસાન થવાની શક્યતા છે.

આ ઘટનાની જાણ થતા 8 ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગે આ ઘટનાને મેજર કોલ જાહેર કર્યો છે. આ આગ લાગવાનુ કારણ અકબંધ છે.

You might also like