VIDEO: અમદાવાદનાં DDOએ જ કરી કાયદાની ઐસી કી તૈસી!, સરકારી ગાડીમાં લગાવી બ્લેક ફ્રેમ

અમદાવાદઃ શહેરનાં DDOએ કાયદાનું ઉલ્લંઘન કર્યું હોવાની એક ઘટના સામે આવી છે. જયાં સરકારે ગાડીઓમાં બ્લેક ફ્રેમ ના લગાવવાનો આદેશ કર્યો છે. ત્યારે અમદાવાદનાં DDO સૌરભ પારઘી છેલ્લાં કેટલાંય સમયથી ઇનોવા કારમાં બ્લેક ફ્રેમ લગાવીને ફરી રહ્યાં છે. હજુ સુધી પોલીસ દ્વારા DDO સામે કોઇ જ કાર્યવાહી કરાઇ નથી.

જેથી કાયદાની ઐસીતૈસી કરતાં DDO સામે હવે કેટલાંક સવાલો ઉભા થયાં છે. શું સાહેબને નિયમ નડતા નથી. શું સાહેબ માટે નિયમો હોતાં નથી. DDO સૌરભ પારઘી સામે હવે જરૂરી કાયદાકીય પગલાં લેવાશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે. સાથે એવો પણ પ્રશ્ન ઊભો થાય છે કે પોલીસે કેમ અત્યાર સુધી શહેરનાં DDO સામે કાર્યવાહી ન કરી.

You might also like