VIDEO: અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું રૂ.18.50 લાખનાં કિંમતનું સોનું

અમદાવાદઃ શહેરનાં એરપોર્ટ પરથી ગેરકાયદેસર સોનાની હેરાફેરી કરવામાં આવતી હોવાંનો એક કિસ્સો સામે આવ્યો છે. અબુધાબીથી આવેલા કેરિયર પ્રવાસી પાસેથી સોનું ઝડપાયું છે. રૂપિયા 18 લાખ 50 હજારની કિંમતનું સોનું કસ્ટમ વિભાગે ઝડપ્યું છે. મહોમ્મદ સિકંદર નામનાં પ્રવાસી પાસેથી 4 સોનાનાં બિસ્કીટ ઝડપાયાં હતાં. ઇમિગ્રેશનનાં અધિકારીએ કસ્ટમ વિભાગને આ અંગે વિશેષ બાતમી આપી હતી.

મહત્વનું છે કે તે શખ્સે ગ્રીન ચેનલમાંથી નિકળવાનો પ્રયાસ કર્યો હતો. શખ્સનાં લગેજમાં તુટેલુ જંતુનાશકનું મશીન પણ મળી આવ્યું હતું. આ મશીનમાં 633.300 ગ્રામનાં સોનાનાં બિસ્કીટ મળી આવ્યાં હ તાં. આશરે રૂપિયા 18.50 લાખની કિમતનાં સોના સાથે શખ્સની ધરપકડ કરાઇ હતી.

ઉલ્લેખનીય છે કે સોનાના ભાવ ઘટતા જ ગેરકાયદેસર સોનું ઘુસાડવા મામલે કેરિયર પ્રવાસીઓ ફરીથી સક્રિય થયાં છે. જેઓની પાસે અમદાવાદ એરપોર્ટ પરથી અબુધાબીથી આવેલા મહોમ્મદ સિકંદર નામનાં યુપીનાં એક કેરિયર પ્રવાસી પાસેથી રૂ.18.50 લાખની કિંમતનાં 4 સોનાનાં બિસ્કીટ કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યાં છે. જો કે આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

You might also like