શહેર ક્રાઈમ બ્રીફઃ ક્યાં સોનાના દોરાની ચોરી તો ક્યાંક દારૂ ઝડપાયો

અમદાવાદ
મેઘાણીનગરમાં સોનાના દોરાની ચીલઝડપ
મેઘાણીનગર વિસ્તારમાં સોનાનાં દોરાની ચીલઝડપનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. મેઘાણીનગર વિસ્તારમાં મેમ્કો બ્રિજ ઉતરતા રામેશ્વર નજીકથી રમેશભાઇ પરમાર તેમના પત્ની સાથે પસાર થઇ રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા બે ગઠિયા રમેશભાઇની પત્નીનાં ગળામાંથી રૂ.પ૦ હજારની કિંમતનો સોનાનો દોરો તોડી ફરાર થઇ ગયા હતા.

દેશી-વિદેશી દારૂનો જથ્થો કબજે
શહેરનાં જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે ઠેરઠેર દરોડા પાડી ર૩૯૯ લિટર દેશી દારૂ, ૧૮૦૦ બોટલ વિદેશી દારૂ, એક છોટા હાથી, એક સ્કૂટર, રૂ.૯૦ હજારની રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૯૮ શખસની ધરપકડ કરી હતી.

ફેકટરીમાંથી કોપર વાયરની ચોરી
ઓઢવ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાંથી કોપર વાયર અને ફાઇબર ગ્લાસની ચોરી થઇ હતી. ઓઢવમાં આવેલ એક ફેકટરીના તાળાં તોડી તસ્કરોએ રૂ.૧.૮૦ લાખની કિંમતના કોપર વાયર અને ફાઇબર ગ્લાસની ચોરી કરતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ઘાટલોડિયામાં ઘરફોડ
ઘાટલોડિયા વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઘાટલોડિયામાં સોલા રોડ પર આવેલ શિવાલય ફલેટના એક મકાનનાં તાળાં તોડી તસ્કરોએ રૂ.૯પ હજારની રકમ અને જરૂરી કાગળોની ચોરી કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

સાવચેતીરૂપે ર૪૪ ઇસમની અટકાયત
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે તકેદારીનાં પગલાંરૂપે જુદા જુદા વિસ્તારમાંથી ર૪૪ ઇસમની અટકાયત કરી લોકઅપ ભેગાં કરી દઇ આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like