VIDEO: ગુજરાત યુનિવર્સિટીમાં અસામાજીક તત્વોનો આતંક, કરાઇ છુટ્ટા હાથે મારામારી

અમદાવાદઃ અહીં જે વીડિયો આપ જોઇ રહ્યાં છે તેમાં કોઈ યુપી કે બિહારનાં નથી પરંતુ અમદાવાદનાં શિક્ષણધામ ગુજરાત યુનિવર્સિટીનાં છે કે જ્યાં છેલ્લાં કેટલાંય વર્ષોથી પોતાની ઘાક જમાવવા માટે ABVP અને NSUI બંને પક્ષો લડી રહ્યાં છે.

જેમાં ABVPનાં કેતુલ પટેલનાં દીકરાને મારવા માટે 10થી 12 યુવકોનું ટોળું ખુલ્લી તલવારો અને ધોકા લઈને ફરતા નજરે પડી રહ્યાં છે. આ ટોળું કેતુલ પટેલનાં દીકરાને મારવાનાં ઇરાદા સાથે બાઇકો સાથે 10થી 12 શખ્સો જુદા-જુદા ચાર ડીપાર્ટમેન્ટમાં ફર્યા બાદ ટાવર સુધી પહોંચી ગયાં હતાં. પોલીસે સીસીટીવીનાં આધારે આરોપીઓની ઓળખ કરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસે પાર્થ પાંડે નોઈ નામનાં આરોપીની ધરપકડ કરી લીધી છે.

મહત્વનું છે કે ટોળું જે પ્રકારે ખુલ્લેઆમ યુનિ. વિસ્તારમાં હથિયારો સાથે ફરતું નજરે પડે છે તેનાં પરથી એવું લાગે છે કે આ લોકોને કોઈનો ડર નથી. દાદાગીરીથી પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે ગુંડાગીરી કરવા બહાર નીકળ્યાં હોય તેવું લાગી રહ્યું છે. NSUI અને ABVP આ બંને પક્ષ પોતાની ધાક જમાવવા માટે થઈને આવી ગુંડાગીરી કરતા અનેક વાર નજરે ચડ્યાં છે.

જે દિવસે આ પ્રકારે હથિયારો સાથે ખુલ્લેઆમ ફરતાં નજરે પડે છે તે જ દિવસે શાહપુર પોલીસ સ્ટેશનમાં પણ સામ સામે અરજી આપી હતી. ભવન્સ કોલેજ ખાતે બંને પક્ષોનાં લોકો વચ્ચે ભારે માથાકૂટ થઈ હતી.

શૈક્ષણિક સંસ્થામાં આ રીતે આસાનીથી ખુલ્લી તલવાર સાથે ધસી આવેલા લુખ્ખા તત્વોને કોઇએ રોકવાની હિંમત પણ ન હોતી કરી. જો કે આ ઘટનાએ યુનિવર્સિટીનાં સમગ્ર કેમ્પસમાં ભારે ઉત્તેજના અને દહેશત ફેલાવી દીધી હતી. બાળકોને થતી હેરાનગતિને રોકવા માટે NSUI કે ABVP વિધાર્થીઓને પડતી હાલાકીઓનાં નિરાકરણ માટે બનાવામાં આવ્યાં છે પરંતુ હાલમાં એવું દેખાય છે કે આ બંને પક્ષ એકબીજાની ધાક જમાવવા માટે લડતા હોય તેવું દેખાય છે.

You might also like