સાણંદની સરકારી શાળા પર બિલ્ડરનાં દાવાથી બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ

અમદાવાદ જિલ્લાનાં સાણંદમાં સરકારી શાળા પર એક બિલ્ડરે ઘણો મોટો દાવો કર્યો છે. વર્ષ 1959થી ચાલતી સરકારી શાળા પર બિલ્ડરનો એવો દાવો છે કે લગભગ 300થી વધારે બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ થશે.

બિલ્ડરે એવો દાવો કર્યો છે કે તે શાળાની જમીન પોતાની છે તેવો બિલ્ડરે દાવો કર્યો છે. જો કે ઘણાં સમય પછી બિલ્ડરે આવો દાવો કરતા તંત્ર ભારે હરકતમાં આવી ગયું છે. બિલ્ડરનાં આ દાવાથી ભારે ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે બિલ્ડરનાં આ દાવાથી જમીન માપણી અધિકારીઓ તેમજ મામલતદાર તુરંત જ શાળાએ પહોંચી ગયા હતાં.

You might also like