VIDEO: અમદાવાદનાં પૂર્વનાં સાંસદ પરેશ રાવલ ગુમ!, પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ

અમદાવાદઃ શહેરનાં પૂર્વનાં સાંસદ પરેશ રાવલ ખોવાયા હોવાનાં પોસ્ટર વાયરલ થયાં છે. સોશિયલ મીડીયામાં પરેશ રાવલ ગુમ થયાનાં પોસ્ટર વાયરલ થયાં છે. “શેરનાં માથે સવા શેર” પોસ્ટરમાં ઉલ્લેખ કરાયો છે અને PM મોદી ગુજરાત આવ્યાં તેનાં 15 ટકા જ પરેશ રાવલ ગુજરાત આવ્યાનાં પોસ્ટર વાયરલ થયાં છે.

મહત્વનું છે કે ખાસ કરીને જ્યારે કોઇ પણ સાંસદ જ્યારે વિજેતા બને છે ત્યાર બાદ તે પોતાનો જે મત વિસ્તાર હોય છે ત્યાં તેઓ જવાનું ભૂલી જાય છે એટલે કે મત વિસ્તારમાં જવાનું જ બંધ કરી દે છે.

આવું જ હાલમાં અમદાવાદનાં જેમ પૂર્વ વિસ્તારનાં સાંસદ પરેશ રાવલ છે તેમાં પણ જોવાં મળી રહ્યું છે. જેનાં કારણે લોકોમાં ભારે આક્રોશ છે. કેમ કે લોકોને અનેક એવી સમસ્યાઓ છે તે અંગે સાંસદને અનેક વાર રજૂઆત પણ કરી છે પરંતુ સાંસદ આવતા જ નથી.

જેથી આ મામલે લોકો ઉગ્ર બનતા હવે પરેશ રાવલને લઇને સોશિયલ મીડિયામાં પોસ્ટર વાયરલ થઇ રહ્યાં છે કે જેમાં એવું દર્શાવવામાં આવેલ છે કે,”વડાપ્રઘાન બન્યા પછી મોદી સાહેબ આવ્યા એના કરતાં માત્ર 15% વખત જ આ સાંસદ ગુજરાત આવ્યાં.”

“શેરનાં માથે સવા શેર” ખોવાયેલા સાંસદ. જેવો આ પોસ્ટરમાં ઉલ્લેખ કરાયો છે. મહત્વનું છે કે આ અંગે લોકોએ ઉગ્ર રોષ ઠાલવવા પોસ્ટરને સોશિયલ મીડિયામાં વાયરલ કરી પોતાની જે સમસ્યા છે તેને લોકોએ વ્યક્ત કરી છે.

You might also like