અમદાવાદીઅો ટ્રાફિકના નિયમો પાળતા નથી ને ઈ-મેમોને પણ ગાંઠતા નથી

અમદાવાદ: શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને દંડ ફટકારવા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ૧૫ એપ્રિલથી ઈ-મેમો ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા રર દિવસમાં અમદાવાદીઓને ટ્રાફિક પોલીસે ૧૦,પ૦૦ જેટલા ઈ-મેમો ફટકાર્યા છે પરંતુ માત્ર ૧,૧૮૮ ઈ-મેમોનો રૂ. ૧.૮૦ લાખનો જ દંડ ટ્રાફિક પોલીસે વસૂલ્યો છે.

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ૮૦થી વધુ જંકશનો ઉપર રર૯ જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે. છેલ્લા રર દિવસમાં ટ્રાફિક પોલીસ ૧૦,પ૦૦ જેટલા ઈ-મેમો ટ્રાફિક નિયમ ભંગ કરનાર વાહનચાલકોને મોકલી ચૂકી છે. પરંતુ અમદાવાદીઓ હજી પણ દંડ ભરવામાં નીરસતા દાખવી રહ્યા છે. ઈશ્યૂ કરાયેલા ૧૦,પ૦૦માંથી માત્ર ૧,૧૮૮ જેટલા જ ઈ-મેમોનો દંડ ટ્રાફિક પોલીસને મળ્યો છે.

૧૫ એપ્રિલથી ૬ મે સુધીમાં રૂ. ૧,૮૦,૩૦૦ લાખનો દંડ ટ્રાફિક પોલીસને મળ્યો છે. જેમાં એસબીઆઈ બેન્કમાં રૂ.૧૬,૭૦૦ ઓનલાઈન રૂ.૧,૯૮,૭૯૯ અને પોલીસ સ્ટેશનમાં રૂ. પ૩,૮૦૦નો દંડ ભરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા રોજના ૬૦૦થી ૭૦૦ જેટલા ઈ- મેમો અમદાવાદીઓને ફટકારવામાં આવે છે પરંતુ અમદાવાદીઓને જાણે દંડની કોઈ પડી ન હોય તેમ તેઓ દંડ ભરતા નથી.

ઈશ્યુ કરાયેલા ૭૦ ટકા જેટલા ઈ-મેમો તો ટ્રાફિક સિગ્નલ પર સ્ટોપ લાઈન તોડનારા લોકોને આપવામાં આવ્યા છે. મોટાભાગના અમદાવાદીઓ સિગ્નલ બંધ હોય ત્યારે સ્ટોપ લાઈન અને ઝિબ્રા ક્રોસિંગ સુધી વાહન ઊભું રાખી દે છે. આવા વાહનચાલકો સૌથી વધુ દંડાયા છે.

હેલ્મેટ વગર, ડાર્ક ફિલ્મ, બીઆરટીએસ ટ્રેકમાં વાહન ચલાવવા બદલ, ફેન્સી નંબર પ્લેટ તેમજ મોબાઈલનો ઉપયોગ કરવા બદલ પણ ઈ-મેમો મોકલાયા છે. મોટાભાગના લોકો જલદી પહોંચવાની ઉતાવળમાં ટ્રાફિકના નિયમો જાણવા છતાં નિયમો તોડે છે.

ટ્રાફિક પોલીસનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ ઘણા લોકો વાહન વેચી દીધા બાદ આરટીઓમાં નામ ટ્રાન્સફર નથી કરાવતા તેના કારણે ઈ-ચલણ જૂના માલિકને ઈશ્યુ થઇ જાય છે. અગાઉ પણ ઈ-મેમો ફટકારવામાં આવતા હતા ત્યારે આ જ સમસ્યાને કારણે ઘણા ઈ-મેમોના દંડ ટ્રાફિક પોલીસને મળ્યા નથી.

વાહનના જૂના માલિકો જેને વાહન વેચ્યું તેને ઈ-મેમો ન પહોંચાડતા હોવાના કારણે દંડ ભરાતો નથી. જેથી ટ્રાફિક પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે વાહન વેચી દીધા બાદ વાહનમાલિકો આરટીઓમાં નામ ટ્રાન્સફર કરાવે જેથી ઈ-મેમો અસલ વાહનમાલિક સુધી પહોંચી શકે.

જો એક જ વાહનચાલક ટ્રાફિક નિયમ તોડતાં પાંચ વાર દંડાય છે તો તે વાહનચાલકનું લાઈસન્સ સસ્પેન્ડ થઈ શકે છે. ભયજનક ગતિથી વાહન ચલાવવા બદલ પણ લાઈસન્સ સસ્પેન્ડ થઈ શકે છે. ઈ-મેમો નહીં ભરનાર સામે એન.સી (જાણવાજોગ) ફરિયાદની કાર્યવાહી કરવા માટે ટ્રાફિક પોલીસમાં વિચારણા ચાલી રહી છે. જો ફરિયાદ થાય તો પણ વાહનચાલકે કોર્ટમાં દંડ ભરવા જવું પડશે.

૩૨.૫૭ કરોડનાે બાકી દંડ વસૂલવા કોઈ નિર્ણય નહીં
ઈ-મેમો બંધ કરવામાં આવ્યા તે પહેલાં લાખો લોકોને મેમો ફટકારવામાં આવ્યા હતા.આ જૂના ઈ-મેમોનું શું કરવાનું તેનો દંડ ભરવો કે નહિ? આ સવાલ લોકોમાં ચર્ચાયો હતો.૧૫ એપ્રિલથી ફરી શરૂ થયેલી ઈ-મેમોની સિસ્ટમમાં જૂની વસૂલાત અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ ૧૦ કરોડનો જ દંડ વસૂલવામાં આવ્યો છે હજી પણ ૩૨.૫૭ કરોડનો દંડ વસૂલવાનો બાકી છે.

સાડા ત્રણ લાખ ઈ-મેમોના દંડના પૈસા ભરાયા ન હોવાનું જાણવા મળ્યું છે. ૩૨.૫૭ કરોડની વસૂલાત અંગે રાજ્ય સરકાર કોઈ નિર્ણય કરશે કે પછી તમામ રકમને સરકાર માફ કરશે તેના પર સૌની નજર છે. જો કે હજી સુધી સરકાર આ નિર્ણય લઇ શકી નથી.

લોકોને સ્ટોપલાઈન અંગેની જાણકારી જ નથી!
ચાર રસ્તા પર આવેલા ટ્રાફિક સિગ્નલ પર ઝિબ્રા ક્રોસિંગ અને સ્ટોપલાઇન ટ્રાફિક પોલીસ દ્વારા દોરવામાં આવી છે. જે સ્ટોપલાઇન રાખવામાં આવી છે તેના અંગે મોટાભાગના અમદાવાદીઓને જાણકારી નથી. ઘણા લોકો ઝિબ્રા ક્રોસિંગને સ્ટોપલાઇન સમજી અને ઝિબ્રા ક્રોસિંગ પહેલાં વાહન ઊભું રાખી દે છે, પરંતુ ઝિબ્રા ક્રોસિંગ પહેલાં STOP લખેલું અથવા બે સફેદ પટ્ટા મારવામાં આવ્યા છે તે સ્ટોપલાઇન છે જેથી વાહનચાલકોએ STOP લખેલું છે ત્યાં વાહન ઊભું રાખવું જરૂરી છે.

જો ઝિબ્રા ક્રોસિંગ ઉપર અને સ્ટોપલાઈનની વચ્ચે વાહન ઊભું રાખશો તો તમને ઈ-મેમો ફટકારવામાં આવશે. મોટાભાગના ચાર રસ્તા ઉપર સ્ટોપલાઈન ભૂંસાઈ ગઈ છે અથવા તો દોરેલી જ નથી તેના કારણે સ્ટોપલાઈનના જાણકાર વાહનચાલકો મૂંઝાઈ જાય છે. જેથી સ્ટોપલાઇન પહેલાં વાહન ઊભું રાખી દેતાં દંડાય છે. સ્ટોપલાઇન ભંગના ઈ-મેમોમાં ઘણા આવા વાહનચાલકો લાઈન ના હોવાના કારણે પણ દંડાયા હોવાનું જાણવા મળ્યું છે.
અનિરુદ્ધસિંહ મકવાણા

divyesh

Recent Posts

OMG! 111 વર્ષના આ દાદા હજુયે જાય છે રોજ જિમમાં

અમેરિકાના કૅલિફોર્નિયામાં રહેતા હેન્રીદાદાની ઉંમર ૧૧૧ વર્ષ છે અને તેઓ આ ઉંમરે પણ સ્થાનિક જિમમાં જઇને વર્કઆઉટ કરે છે. જે…

50 mins ago

ટીમ India માટે જીત બની ચેતવણીઃ ચેમ્પિયન્સ ટ્રોફીની કહાણીનું પુનરાવર્તન તો નહીં થાય ને?

દુબઈઃ એશિયા કપના સૌથી મોટા મુકાબલામાં ભારતે ગઈ કાલે પાકિસ્તાનને આસાનીથી હરાવી દીધું. એશિયા કપમાં એમ પણ પાકિસ્તાન સામે ટીમ…

57 mins ago

લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા પાણીપૂરીવાળાને માત્ર મામૂલી દંડની સજા

અમદાવાદ: મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા મંગળવારે અચાનક પાણીપૂરીના ધંધાર્થીઓ પર દરોડા પડાયા હતા. આ કામગીરી હેઠળ ૧રપ પાણીપૂરીવાળાના એકમોમાં તપાસ કરીને…

1 hour ago

વધુ બે અમદાવાદી બેન્કના નામે ફોન કરતી ટોળકીની જાળમાં ફસાયા

અમદાવાદ: ક્રે‌ડિટકાર્ડની ‌લિમિટ વધારાવી છે, ક્રે‌ડિટકાર્ડને અપગ્રેડ કરવું છે, કાર્ડ બ્લોક થઇ જશે જેવી અનેક વાતો કરીને ક્રે‌ડિટકાર્ડધારકો પાસેથી ઓટીપી…

1 hour ago

શહેરનાં 2236 મકાન પર કાયમી ‘હેરિટેજ પ્લેટ’ લાગશેઃ ડિઝાઇન તૈયાર

અમદાવાદ: મુંબઇ, દિલ્હી જેવાં દેશનાં આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ શહેરોને પછાડીને અમદાવાદને યુનેસ્કો દ્વારા દેશનું સર્વપ્રથમ વર્લ્ડ હે‌રીટેજ સિટી જાહેર કરાયું છે…

2 hours ago

તમામ પાપમાંથી મુક્તિ આપનારી પરિવર્તિની એકાદશી

એકાદશીનાં વ્રતમાં ઉપવાસ કરવો જરૂરી છે. બને ત્યાં સુધી ઉપવાસમાં ફકત ફળાહાર કરવો જોઈએ. જુદી જુદી ફરાળી વાનગીઓ બનાવીને આહારમાં…

2 hours ago