VIDEO: અમદાવાદ એરપોર્ટ પર હાઇ એલર્ટ, આતંકી હુમલાને લઇ વિઝીટર એન્ટ્રી બંધ

અમદાવાદ: એરપોર્ટ પર હાઈ એલર્ટ જારી કરાયું છે. મળતી માહિતી મુજબ, 15મી ઓગષ્ટે આતંકી ઘટનાને ધ્યાને રાખતાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. એલર્ટનાં પગલે આજથી મુસાફરોને ટર્મિનલમાં વિઝીટર એન્ટ્રી આપવામાં આવશે નહીં. આ સાથે જ VVIPનાં પાસ પણ ઈશ્યુ કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.

આ એલર્ટ આગામી 20 ઓગષ્ટ સુધી યથાવત્ રાખવામાં આવશે. એરપોર્ટ પર આવનાર મુસાફરોનું પણ બે વખત ચેકિંગ કરવામાં આવશે. ફ્લાઈટમાં બેસતા પહેલાં પણ લેડર પોઈન્ટ પર મુસાફરોનું ચેકિંગ કરાશે. તેમજ એરપોર્ટ પર CISF દ્વારા પણ ખાસ વોચ રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે હવે 15 ઓગષ્ટ આવવા જઇ રહેલ છે ત્યારે સમગ્ર દેશમાં આતંકીઓ કોઇ અમાનવીય ઘટનાને અંજામ ના આપે તેમજ કોઇ પણ પ્રકારનો આતંકી હુમલો ના થાય તેને લઇ શહેરમાં એરપોર્ટ પર હાઇ એલર્ટ જાહેર કરાયેલ છે. તેને પગલે મુસાફરોને પણ ટર્મિનલમાં વિઝીટર એન્ટ્રી આપવામાં નહીં આવે. આ ઉપરાંત VVIP લોકોનાં પાસ પણ હવે ઇશ્યુ કરવાનું બંધ કરી દેવાયું છે.

You might also like