અગસ્ટા વેસ્ટલેન્ડ ગોટાળા: પૂર્વ વાયુસેના પ્રમુખ એસપી ત્યાગીને મળ્યા જામીન

અગસ્ટા વેસ્ટલેન્ડ ગોટાળામાં પૂર્વ વાયુસેના પ્રમુખ એસપી ત્યાગીને કોર્ટે મોટી રાહત મળી છે. સોમવારે પટિયાલા હાઉસ કોર્ટે એમને જામીન આપી દીધા છે. જો કે આ બાબતે બે અન્ય આરોપીઓને જામીન મળી શક્યા નથી. આ બે આરોપીઓમાં એસપી ત્યાગીના ભાઇ સંજીવ ત્યાગીનો પણ સમાવેશ થાય છે. જામીન બાદ ત્યાગી જ્યાં પોતાનું નવું વર્ષ જેલની બહાર પસાર કરી શકશે, તો સંજીવ અને ગૌતમ ખેતાનને હાલમાં જેલમાં જ રહેવું પડશે. કોર્ટે એસપી ત્યાગીને 2 લાખના બોન્ડ પર જામીન આપ્યા છે.

CBIએ ત્યાગીને એમના ભાઇ સંજીવ ત્યાગી અને વકીલ ગૌતમ ખેતાનની સાથે ધરપકડ કરી હતી. કોર્ટે ત્યાગીને જામીન આપવા કેટલીક શરતો મૂકી છે. ત્યાગી પર આરોપ છે કે તેમણે આ ડીલમાં વચ્ચે લાંચ લઇને લાભ પહોંચાડ્યો છે. CBI નો આરોપ છે કે અગસ્ટા વેસ્ટલેન્ડએ આ ડીલમાં જે વચ્ચેના માણસને પસંદ કર્યો હતો., તેણે ત્યાગીના ભાઇનો ઉપયોગ કરીને તેમની સુધી લાંચની રકમ પહોંચાડી દીધી છે. આ વાત ત્યાગીના રિટાયર્ડ થયા બાદ સામે આવી.

અન્ય બે આરોપીઓ સંજીવ ત્યાગી અને ગૌતમ ખેતાનની જામીન અરજી પર કોર્ટમાં 4 જાન્યુઆરીએ નિર્ણય આપશે. ત્યાં સુધી તેમણે જેલમાં રહેવું પડશે. બ્રિટિશ કંપની અગસ્ટા વેસ્ટલેન્ડની સાથે હોલિકોપ્ટર ખરીદવાની આ ડીલ કોંગ્રેસ સરકારના કાર્યકાળમાં થઇ હતી. આરોપ છે કે આ ડીલમાં ઘણા અધિકારીઓ અને નેતાઓએ લાંચ લીધી હતી અનએ એ લોકાએ અગસ્ટાના પક્ષમાં ડીલને પ્રભાવિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી.

ત્યાગી વર્ષ 2004 થી 2007 સુધી વાયુસેના પ્રમુખ રહ્યા હતા. એમની પર ઇટલી અને ભારતમાં આ બાબતે તપાસ કરી રહેલા તપાસકર્તાએ લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે ત્યાગીએ VVIP ચોપર્સની ખરીદીના અનુબંધને અગસ્ટાના પક્ષમાં કરવા માટે હેલિકોપ્ટરની ઉડાણ ઊંચાઇને 6000 મીટરથી ઘટાડીને 4500 મીટર કરી દીધી.

ત્યાગીએ પોતાના બચાવમાં દાવો કર્યો છે કે વિમાન ખરીદીથી જોડાયેલી શરતોમાં ફેરફાર કરવાનો નિર્ણય એમના એકલાનો હતો, પરંતુ સંબંધિત વિભાગોની સાથે મળીને આ માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.

You might also like