Categories: India Top Stories

પોખરણ-2ના 20 વર્ષ બાદ ભારત ફરી દુનિયાને પોતાની તાકાત દેખાડવા માટે તૈયાર

આજથી 20 વર્ષ પહેલા ભારતે પોખરણમાં ઉપરાછાપરી 5 ન્યુક્લિયર ટેસ્ટ કરીને દુનિયાને ચોંકાવી દીધી હતી. ભારતે પોતાની જાતે જ વિકસાવેલી પરમાણુ તાકાત દુનિયાભરની મહાશક્તિઓ માટે પણ અચંભિત કરનારી હતી. હવે બે દશકા બાદ ભારતે ફરી એકવાર દુનિયાને પોતાની સૈન્ય તાકાત દેખાડવા તૈયારી કરી છે. આ વખતે ભારત પોતાનું પહેલું ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ અગ્નિ-5 લોન્ચ કરી રહ્યું છે. જેને દેશના પરમાણુ શસ્ત્રોનો હવાલો સંભાળતા સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડ(SFC)ને સોંપવામાં આવશે.

સંરક્ષણ વિભાગના સૂત્રોનુસાર કે, ‘5000 કિમી રેન્જ ધરાવતી આ મિસાઇલની તમામ સિસ્ટમ અગ્નિ-5 યૂનિટને સોંપી દેવામાં આવી છે. આ ઇંટરબેલાસ્ટિક મિસાઇલની ખાસીયત એ છે કે તેની પ્રહાર ક્ષમતામાં સમગ્ર ચીન અને તેની સાથે યૂરોપ અને આફ્રીકાનો પણ કેટલોક ભાગ આવી જાય છે.’

ડિફેન્સ વિભાગથી જોડાયેલ એક સૂત્રોનુસાર, ”અગ્નિ 5નો બીજો ટ્રાયલ જલ્દી થશે અને તેના માટે પૂરી તૈયારી થઇ ગઇ છે. આ મિસાઇલની પહેલી ટ્રાયલ આ જ વર્ષે 18 જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી. એપ્રિલ 2012થી અત્યાર સુધી 4 ડેવલોપમેન્ટ ટ્રાયલ થઈ ચૂક્યા છે. જો પહેલા ટેસ્ટની જેમ આ ટેસ્ટમાં પણ અગ્નિ-5 સફળ રહી તો આ મિસાઇલને સ્ટ્રેટેજિક બેઝ ખાતે શિફ્ટ કરવામાં આવશે.”

SFC પાસે પહેલાથી જ ત્રણ સ્તરીય કેટલાય શક્તિશાળી અને ખતરનાક મિસાઇલ યૂનિટ છે. જેમાં પૃથ્વી 2 350 KM), અગ્ની-1(700 KM), અગ્ની-3(3000 km) જેવી મિસાઇલ સામેલ છે. આ સાથે જ વાયુસેનાના સુખોઇ-30 MKI અને મિરાજ 2000 પણ ન્યૂકિલયર બ્રોમ્બ પ્રહાર માટે સક્ષમ છે. આ સાથે જ ન્યૂકિલયર પાવરના ત્રીજા સ્તર ન્યૂકિલયર બેલાસ્ટિક મિસાઇલ સબમરીન પણ શામેલ કરવામાં આવી રહી છે.

ભારતની મુખ્ય ચિંતા હાલ ન્યુક્લિયર સબમરીન ક્ષેત્રે સંપૂર્ણ તાકતવર બનવાની છે. સબમરીનને ન્યુક્લિયર સ્ટ્રાઇક માટે સૌથી બેસ્ટ અને શક્તિશાળી પ્લેટફોર્મ ગણવામાં આવે છે. ભારત જેવા દેશ જેમની ન્યુક્લિયર પોલીસી ફર્સ્ટ યુઝ નથી તેમના માટે આ એક ખૂબ મહત્વનું પાસુ છે.

Juhi Parikh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

4 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

4 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

4 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

4 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

4 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

5 hours ago