શટલ રિક્ષાઓ સામે હવે તવાઈ 100થી વધુ રિક્ષા ડિટેઈન કરાઈ

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટના ટ્રાફિક મુદ્દે કડક વલણ બાદ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનને લઇ કડક કામગીરી કરવામાં આવી રહી છે. હેલ્મેટ વગર, આડેધડ પાર્કિંગ તેમજ ટ્રાફિક નિયમન મુદ્દે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવાઇ રહી છે ત્યારે હવે શહેરમાં ચાલતી શટલ રિક્ષાઓ પર ટ્રાફિક પોલીસે તવાઇ શરૂ કરી છે.

ટ્રાફિક પોલીસ દ્વારા આજે શહેરના ર૬ ટ્રાફિક પોઇન્ટ પર શટલ રિક્ષા વિરુદ્ધ કેસ કરવા અંગેની ડ્રાઇવ યોજાઇ છે. પોલીસે શહેરના નારોલ, હેલ્મેટ ચાર રસ્તા, સિવિલ હોસ્પિટલ, એસ.ટી. બસસ્ટેન્ડ, થલતેજ ચાર રસ્તા, ગોતા બ્રિજ, ઇસ્કોન સર્કલ સહિતના વિસ્તારોમાં શટલરિક્ષાચાલકો વિરુદ્ધ ટ્રાફિક નિયમનના ભંગ મુદ્દે કેસો કરી રિક્ષાઓ જપ્ત કરી હતી.

શહેરમાં ટ્રાફિક સમસ્યામાં શટલરિક્ષાચાલકોના બેફામ પાર્કિંગના કારણે લોકો અને વાહનચાલકો હેરાન-પરેશાન થતા હોવાથી આવા રિક્ષાચાલકો સામે કાર્યવાહી કરવા આજે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શટલરિક્ષાનું પ્રમાણ વધુ હોય તેવા ર૬ વિસ્તારમાં પોલીસે ડ્રાઇવ શરૂ કરી છે.

પોલીસે જે રિક્ષાચાલકો લાઇસન્સ-કાગળો-બેઝ ન ધરાવતા હોય તથા ક્ષમતાથી વધુ પેસેન્જર બેસાડેલા હોય, રિક્ષા મોડીફાઇ કરેલી હોય તેમની સામે કાર્યવાહી કરી હતી.

પોલીસે આવા તમામ રિક્ષાચાલકોને આરટીઓનો મેમો આપી રિક્ષાઓ જપ્ત કરી લીધી હતી. શહેરના હેલ્મેટ ચાર રસ્તા, ઉમિયા હોલ, અખબારનગર સર્કલ, રિલીફરોડ, રૂપાલી સિનેમા, કાલુપુર સર્કલ, શાહપુર, મેમ્કો ચાર રસ્તા, સાબરમતી પાવરહાઉસ સર્કલ, નરોડા પાટિયા, નોબલનગર, અ‌િજત મિલ ચાર રસ્તા, સીટીએમ ચાર રસ્તા, વિશાલા સર્કલ, ઓઢવ રિંગરોડ, મણિનગર રેલવે સ્ટેશન, જશોદાનગર બસ સ્ટેશન, ઉજાલા સર્કલ સહિતના વિસ્તારમાં ડ્રાઇવ યોજી હતી.

આજની ટ્રાફિક ડ્રાઇવમાં પોલીસે અંદાજે ૧૦૦થી વધુ રિક્ષાઓ જપ્ત કરી રિક્ષાચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં અનેક રિક્ષાચાલકો લાઇસન્સ વગર રિક્ષા ચલાવતા હોય છે. ઉપરાંત ૧૮ વર્ષથી નીચેની વયના છોકરાઓ પણ શટલ રિક્ષા ભાડે ચલાવતા હોય છે.

તાજેતરમાં પોલીસ દ્વારા રિક્ષાચાલકો વિરુદ્ધ ટ્રાફિક નિયમન મુદ્દે કેસ કરાયા હતા, જેમાં અનેક રિક્ષાચાલકો પાસે રિક્ષાના કાગળો ન હતા તેમજ તેના માલિકો કોણ છે વગેરેની માહિતી ન હોવાનું ધ્યાને આવ્યું હતું, જેથી પોલીસે આવા રિક્ષાચાલકો સામે કાર્યવાહી કરવા ટ્રાફિક ડ્રાઇવ યોજી છે. આજની આ ટ્રાફિક ડ્રાઇવમાં ૧૮૦થી વધુ ટ્રાફિક પોલીસના જવાનો અને સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જોડાયા હતા.

divyesh

Recent Posts

PSIનાં ભાભીએ દિયરની સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લીધો

સુરતની રાંદેર પોલીસ લાઈનમાં રહેતા પીએસઆઈનાં ભાભીએ રિવોલ્વરથી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં પોલીસના…

2 mins ago

અફઘાનિસ્તાન સામે શા માટે જીતનો કોળિયો હોઠ સુધી ના પહોંચી શક્યો?

દુબઈઃ અફઘાનિસ્તાને ગઈ કાલે ભારત સામેની મેચ ટાઇ કરાવીને અપસેટ સર્જી દીધો. ટીમ ઇન્ડિયાએ જોકે પોતાના ટોચના ખેલાડીઓને આરામ આપ્યો…

10 mins ago

ભારતના સૌથી ‘વૃદ્ધ કેપ્ટન’ ધોનીનું અદ્દભૂત સ્ટમ્પિંગઃ 0.12 સેકન્ડમાં બેલ્સ ઉડાવી દીધી

દુબઈઃ ધોની વિકેટની પાછળ પોતાની સ્ફુર્તિ માટે દુનિયાભરમાં જાણીતો છે. તેનું તાજું ઉદાહરણ ગઈ કાલે ભારત-અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં જોવા…

12 mins ago

IL&FS ડૂબવાના આરેઃ રૂ. 91 હજાર કરોડનો ટાઈમ બોમ્બ ગમે ત્યારે ફૂટશે

નવી દિલ્હી: ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને લોન આપનારી દિગ્ગજ કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિ. (આઇએલએન્ડએફએસ) હવે સ્વયં પોતાનું કરજ ચૂકવવા…

20 mins ago

Stock Market : સેન્સેક્સ અને નિફ્ટીમાં બંને તરફની વધ-ઘટ

અમદાવાદ: આજે શેરબજારમાં ખૂલતાંની સાથે જ સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી ૧૧,૧૦૦ના આંકને વટાવવામાં સફળ રહી હતી, જ્યારે…

22 mins ago

પુરુષ બ્લડ ડોનરને પૂછવામાં આવશેઃ ‘તમે ગે તો નથી ને?’

મુંબઇ: બ્લડ ડોનેટ કરનાર ડોનરે હવે કેટલાક વધુ સવાલના જવાબ આપવા પડશે. આ સવાલ તેમના જાતીય જીવનને લઇ હશે, જેમ…

30 mins ago