AMTSમાં બે મહિના બાદ પહેલી પાળીમાં ૭પ૦ બસ મુકાઇ

અમદાવા:  શહેરના મેયર ગૌતમ શાહ સાથેની મંત્રણા ફળદાયી નિવડતાં AMTSના ગુજરાત મઝદૂર સભા સંલગ્ન હડતાળિયા કર્મચારીઓએ બે મહિના લાંબી હડતાળ પરત ખેંચી લેતાં આજે AMTSની પહેલી પાળીમાં ૭પ૦ જેટલી બસ રોડ પર મુકાઇ હતી. દિવસો સુધી હેરાન-પરેશાન થતા ઉતારુઓ માટે આજે કંઇક અંશે ‘અચ્છે દિન’ આવ્યા છે.

આમ તો AMTSના સત્તાવાળાઓ દ્વારા દરરોજ પહેલી અને બીજી પાળીમાં સરેરાશ ૮૦૦ બસ રોડ પર મુકાય છે. આજની પહેલી પાળીમાં હજી પણ રોજની સરેરાશ કરતાં પચાસેક બસ ઓછી મુકાઇ છે. પરંતુ બે ચાર દિવસમાં સ્થિતિ યથાવત થાય તેવી શક્યતા છે. હડતાળિયા કર્મચારીઓ ફરીથી ફરજ પર ચઢતા બીજી પાળીમાં પણ ઉતારુઓને ખાસ્સી એવી રાહત મળશે. પહેલી પાળીની ૬૦૦ જેટલી બસની તુલનામાં બીજી પાળીમાં તો માંડ ૩પ૦-૪૪૦૦ બસ રોડ પર ફરતી હતી. આજથી બીજી પાળીમાં પણ ૭૫૦ બસ રોડ પર મુકાશે તેવો તંત્રનો દાવો છે. એએમટીએસના સત્તાવાળાઓ વધુમાં કહે છે, ‘જાન્યુઆરીના અંત સુધીમાં રોડ પર ૭પ નવી બસ દોડતી થશે. ઉતારુઓની હાલાકીમાં અમુક અંશે સુધારો થશે. નવી બસ આવ્યા બાદ તંત્ર નવા રૂટ, નવા સમયપત્રક સહિતની બાબતોને ગંભીરતાથી વિચારણા પર લેશે.

You might also like