મહિલા મિત્રની હત્યા કર્યા બાદ પોલીસના ડરથી આરોપીએ પ્રેમીકા સાથે કર્યું કંઇક આમ…

અમદાવાદ: શહેરના નારોલ નજીક આવેલ સુએજ ફાર્મથી લોહી લથપથ હાલતમાં મળી આવેલ રેશમાબાનું રાઠોડની લાશનો ભેદ પોલીસ ઉકેલી દેતાં મુનિર નામના રિક્ષા ડ્રાઇવરની ધરપકડ કરી છે. પૂર્વ આયોજિત કાવતરું ઘડીને મુનિરે રેશમાબાનુંની હત્યા કરી હતી રેશમાની હત્યા કર્યા બાદ પોલીસ મુનિરને પકડી લેશે તેવી ખાતરી હતી જેના કારણે તેની પ્રેમિકા રીતુ પઠાણ અને તેના પુત્ર સાથે છેલ્લું ડિનર કર્યું હતું. રીતુને ડિનરમાં લઇ જતાં પહેલા મુનિરે રિક્ષામાંથી લોહીના ડાધ સાફ કરી દીધા હતા.

શહેરના નરોલ નજીક આવેલ સુએજ ફાર્મ પાસે ગત શુક્રવારે ઇસનપુરના મિલ્લતનગરમાં રહેતી રેશમાબાનું મહોમદહનીફ રાઠોડ નામની પરિણીત મહિલાની લાશ મળી આવી હતી. રેશમાબાનું પર ચપ્પાના ઘા ઝીંકીને અજાણ્યો શખ્સો ફરાર થઇ જતા દાણીલીમડા પોલીસ તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જુહાપુરામાં આવેલ બાગેબદર સોસાયટીમાં રહેતા મુનિર નામના રિક્ષા ડ્રાઇવરની ધરપકડ કરી લીધી હતી.

મુનિર તેની પ્રેમિકા રીતુ પઠાણ અને તેના પુત્ર સાથે છેલ્લા બે મહિનાથી લિવ ઇન રિલેશનશિપમાં રહે છે. મુનિરના એક મિત્ર શાનુ દ્વારા તેની ઓળખ રેશમાબાનું સાથે થઇ હતી. છેલ્લા ઘણા દિવસોથી મુનિર અને રેશમા એક બીજા સાથે ફોન પર વાતચીત કરી રહ્યાં હતાં. આ વાતચીતની વાત રીતુને થતાં તેણે મુનિર સાથે ઝઘડો કર્યો હતો.

મુનિરે રેશમાને ફોન કરીને તેની પ્રેમિકાને સમજાવા માટે ઘરે બોલાવી હતી. જોકે રેશમાએ ઘરે આવવાનો ઇન્કાર કરી દીધો હતો. ગત ગુરુવારની રાત્રે મુનિર અને રેશમા દાણીલીમડા ચાની કીટલી ઉપર ભેગાં થયાં હતાં જ્યાં બન્ને વચ્ચે રકઝક થઇ હતી.

રેશમા ગુસ્સામાં તેના ઘરે જવા માટે નીકળી ત્યારે મુનીરે તેને ઘરે મૂકી જવાનું કહ્યું. મુનિરની વાત પર ભરોસો કરીને રેશમા મુનિરની રિક્ષામાં બેસી ગઇ હતી. ઇસનપુર વિસ્તારમાં મિલ્લતનગર ખાતે રેશમા રિક્ષામાંથી ઊતરી ત્યારે મુનિરે ચપ્પાના ઘા ઝીકી દેતાં રેશમાનું મોત થયું હતું.

You might also like