દીવમાં દારૂબંધી : ગુજરાતના શરાબ શોખીનો માટે માઠા સમાચાર

0 9

જૂનાગઢ : દીવ પ્રવાસનની સાથે સાથે દારૂ માટે પ્રખ્યાત છે, પરંતુ સુપ્રિમ કોર્ટના આદેશ પર દિવ પ્રશાસન દ્વારા લેવાયેલા પગલાથી દારૂની શોપ અને રેસ્ટોરન્ટના માલિકોમાં ફફડાટ ફેલાયો છે. દિવ પ્રશાસને 132 જેટલી દારૂની શોપ બંધ કરવા નોટિસ ફટકારી છે.

દીવ પ્રવાસનની સાથે સાથે દારૂ પ્રેમિઓના અડ્ડા તરીકે પણ પ્રખ્યાત છે.પરતું દીવ પ્રશાસનની નોટિસથી દારૂનાં ધંધાર્થીઓમાં ફફડી ઉઠયા છે. દીવ પ્રશાસને સુપ્રિમ કોર્ટેની ગાઈડલાઈન મુજબ, નેશનલ હાઈવે પર અને નેશનલ હાઈવેથી 500 મીટરના અંતરે આવેલી 132 શોપને બંધ કરવા અથવા અન્ય સ્થળ પર ખસેડવાના આદેશ આપ્યા છે.

મહત્વનું છે કે, દીવમાં અંદાજીત 199 થી પણ વધુ વાઈન શોપ ધમધમી રહ્યા છે. જેમાંથી 132 બાર અને રેસ્ટોરન્ટોના માલીકોને દીવ પ્રશાસને સુપ્રિમ કોર્ટેની ગાઈડલાઈન પ્રમાણે નોટિસ આપી છે. આ તમામ રેસ્ટોરન્ટ અને બાર ઘોઘોથી તડ ચેકપોસ્ટ સુધીના અંતરમાં આવેલી છે.

દીવ પ્રશાસનની નોટિસ મળતાની સાથે જ દારૂના ધંધાર્થીઓમાં ઉહાપોહ મચ્યો છે. ધંધાર્થીઓ દ્વારા એવા પણ આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે, તડ ચેકપોસ્ટથી દીવનો ડિસ્ટ્રીક રોડ લાગુ પડે છે. જેથી દીવમાં કોઈ નેશનલ હાઈવે લાગું પડતો નથી. તો આ મુદ્દે શોપ માલીકો દ્વારા કલે~ટરને રજૂઆત પણ કરાઈ છે.

જોકે દીવ પ્રશાસન દ્વારા આ તમામ શોપના માલીકોને 5 દિવસનું અલ્ટી મેટમ અપાયું છે. ત્યારે આગામી સમયમાં દારૂની આ તમામ શોપ બંધ થશે કે નહીં તે જોવું રહ્યું.

loading...

Leave A Reply

Your email address will not be published.